Gujarat

જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી આશિફ શેખની ૩૮ વર્ષની સુદિર્ધ સેવાઓ બાદ વયનિવૃત્તિ વિદાયમાન અપાયું

ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરવાનો આનંદ વ્યક્ત કરતા શ્રી આશિફભાઈ શેખ

જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી આશિફભાઈ શેખની ૩૮ વર્ષ ૧૦ મહિનાની સુદિર્ધ સેવાઓ બાદ વિધિવત રીતે નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી અર્જૂન પરમારે શ્રી આશિફભાઈ શેખનુ શ્રીફળ-પળો અપીને અને સાલ ઓઢાળી બહુમાન કર્યું હતુ.

નાયબ માહિતી નિયામકશ્રી અર્જૂન પરમારે સહયક અધિક્ષક શ્રી શેખભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે,  શ્રી શેખભાઈએ તેમના સુદીર્ધ સેવાકાળ દરમિયાન પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કર્યાનુ સાક્ષી રહ્યો છું. તેઓની શીખવાની ધગશ અને દરેક કામ ચોકસાઈપૂર્વક કરવાના આગ્રહ દરેક સરકારી કર્મચારીને પ્રેરણા પૂરી પાડે છે. તેઓ કામયી માટે માહિતી પરિવારના સ્નેહી સદસ્ય બની રહેશે. તેવા ભાવ સાથે તેમણે શ્રી શેખભાઈના શેષ જીનન સુખમય અને મંગલમય રહે તેવી શુભકામના પાઠવી હતી.

શ્રી આશિફ શેખે સરકારી સેવા દરમિયાનના યાદો તાજી કરતા જણાવ્યું કે,  આજે માહિતા ખાતામાં ખૂબ મોટુ પરિવર્તન આવ્યું છે. આધુનિક સાધનો-ટેકનોલોજીના કારણે ખૂબ ઓછા પરિશ્રમમાં સારૂ કામ કરી શકીએ છીએ. સાથે જ કોઈ પણ કામ ટાળવાના બદલે શીખવાનો અભિગમ સાથે કાર્ય કરીને અને કર્મ ઈબાદત માની કામ કરવામાં આવે તો સફળતા નિચ્યિત મેળવી શકાય છે. આ સાથે તેમણે ૩૮ વર્ષથી વધુની સેવા ખંત અને નિષ્ઠાપૂર્વક કર્યાં હોવાનો આનંદ વ્યક્ત  કર્યો હતો.

આ પ્રસંગે ઓપરેટર શ્રી અશ્વીનભાઈ પટેલે આ સમગ્ર સમારોહનુ સંચાલન કરી શ્રી શેખની કાર્ય કુશળતા  અને વહીવટી સુજબૂજને બિરદાવી હતી. માહિતી મદદનીશ શ્રી રોહિત ઉસદડ અને ડેટા ઓપરેટર શ્રી રાહુલ હેરભાએ પ્રસંગોચિત પ્રતિભાવ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે માહિતી મદદનીશ ક્રિષ્ના સિસોદિયા, સિનિયર ક્લાર્ક શ્રી ભાલચંદ્ર વિંઝૂડા, ફોટાગ્રાફર શ્રી સરમણ ભજગોતર, જૂનાગઢ માહિતી પરિવારના સર્વ શ્રી ધીરૂભાઈ વાજા, રૂકશાનાબેન કુરેશી, પુનિત ગોહેલ, પંકજભાઈ બરેજા, હનીફભાઈ બારેજીયા તથા શ્રી શેખભાઈના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Sekhbhai-viday-samaroh-7.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *