ગરીબોના કૂબામાં તેલનું ટીપૂ પણ દોયલું અને શ્રીમતની કબર પર ઘી નાં દીવા!
સાગર નિર્મળ
જૂનાગઢ
એક બાજુ સરકાર દ્વારા પાણી બચાવવા માટે અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કાળઝાળ ઉનાળામાં મહાનગરપાલિકા જૂનાગઢ કચેરીમાં પીવાના પાણી માટે મૂકવામાં આવેલ વોટર કુલરનો નળ લીકેજ હોય સતત પાણીનો વેડફાટ થતો જોવા મળે છે.
જો કે અરજદાર માટે પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખુબજ સારી બાબત છે પરંતુ આ વ્યવસ્થા માટે મૂકવામાં આવેલ વોટર કુલરના નળ લિકેજના કારણે ફિલ્ટર અને ઠંડુ પાણીનો વ્યય થાય છે જેને કારણે પાણી જ નહી પરંતુ ઇલેટ્રિકસિટીનો પણ વ્યય થાય છે અને જવાબદાર અધિકારીઓની ભૂલને કારણે નાણાકીય વ્યય સાથે પાણીનો વેડફાટ થતો જોવા મળે છે.
અત્રે અચરજ પામે તેવી વાત એ છે કે આ કચેરીમાં પ્રવેશ માટેની મુખ્ય સીડી પાસે જ પાણીનો ધોમ વેડફાટ થાય છે અને કચેરીના વડા કમિશનર અને વોટર વર્કસ શાખાના અધિકરીઓ તેમજ અન્ય ઘણા કર્મચારીઓ પણ અહીંથી જ પસાર થાય છે તેમ છતાં કોઈએ પણ આ બાબતે ગંભીરતા લીધી જ નથી! શું જળ એજ જીવન એ સૂત્ર માત્ર દિવાલો પર લખવા માટે જ છે? ખરેખર વાસ્તવિક રીતે શું આ કચેરીમાં કોઈને પણ પાણીનો વેડફાટ રોકવાની જરા પણ પડી નથી?
જૂનાગઢનાં જાગૃત નાગરિક તુષાર સોજીત્રા દ્વારા તંત્ર દ્વારા સત્વરે પાણીનો બગાડ રોકવા માટે રજૂઆત કરવામાં આવી


