Gujarat

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

સાગર નિર્મળ
જૂનાગઢ
શાળાથી એક કિલોમીટરથી વધુ ના અંતરે રહેતા બાળકો માટે વાહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર, રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ આજથી શરૂ થયેલ શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રિદીવસીય શિક્ષણ સેવા યજ્ઞ અન્વયે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના કાર્યક્રમમાં વિવિધ શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવેલ. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર આઈ.સી.ડીએસ. શાખાના પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવે વણઝારી પ્રા. શાળા, ઝાલોરાપા પે સેન્ટર શાળા, અને મારી પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ પુર્વક શાળામાં પ્રવેશ અપાવેલ છે. આ સાથે ઉપરોક્ત શાળાઓ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું ઝાલોરાપા શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન યોજનાને પણ, મેયર દ્વારા લીલી ઝંડી આપી, શાળાથી ૧ કિલોમીટરથી વધુ દુર રહેતા બાળકોને શાળા સુધી લઈ આવવા માટેની યોજનાની શરૂઆત કરાવી હતી. આ સાથે આંગણવાડીના બાળકોને પણ મેયર ની ઉપસ્થિતિમાં આંગણવાડી ખાતે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જૂનાગઢટટ જિલ્લા કલેક્ટર, ડો.આંબેડકરનગર પ્રા. શાળા, લીરબાઈ નગર પ્રા. શાળા તેમજ પ્રાયોગિક પે સેન્ટર શાળા ખાતે ઉપસ્થિત રહેલ અને બાળકોને શાળા પ્રવેશ કરાવેલ આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનટટ હરેશભાઈ પરસાણા જોષીપરા પે. સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વીડી વિસ્તાર પ્રા. શાળા ખાતે શાષક પક્ષના દંડક કિરીટભાઈ ભીંભા ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો . આ ઉપરાંત વિવિધ સ્થળે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મહાનુભાવોટટટટટ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહપુર્વક શાળા પ્રવેશના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *