Gujarat

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ૪ સિંહબાળનો જન્મ થયો

જૂનાગઢ
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓની સારી રીતે સાર સંભાળ વન વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવતી હોવાથી તેના સારા પરિણામો પણ સમયાંતરે જાેવા મળી રહ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહબાળના જન્મ અંગે માહિતી આપતા આરએફઓ નીરવ મકવાણાએ જણાવેલ કે, પ્રાણી સંગ્રહાલયમાં રહેતી બાબરકોટ અને ડી-૩૦ નામની બે સિંહણ ગર્ભવતી બનેલ ત્યારથી જ તેઓ પર સતત વોચ રાખી ખાસ ધ્યાન રાખવામાં આવતુ હતુ. આ બંન્ને સિંહણોએ બે-બે મળી કુલ ચાર બાળ સિંહોને જન્મ આપ્યો છે. હાલ ચારેય સિંહ બાળોની તબીયત સારી છે. બંન્ને સિંહણો પોતાના બાળ સિંહોની સારી રીતે ધ્યાન રાખી રહી છે. વધુમાં આરએફઓ નીરવ મકવાણાએ જણાવેલ કે, ઝૂ માં રહેતી બાબરકોટ સિંહણ ટુકડા નામના સિંહથી અને ડી-૩૦ સિંહણ ધારી નામના સિંહથી ગર્ભવતી બની હતી. બંન્ને સિંહણો ગર્ભવતી બની ત્યારથી જ તેઓનો ખોરાક વધારી દેવા ઉપરાંત વધુ જરૂરિયાત મુજબનો ખોરાક પણ આપવામાં આવતો હતો. બંન્ને સિંહણની આસપાસ કોઈને જવા દેવામાં ન આવતા જેથી સિંહણો પરેશાન ન થાય તેનું ખાસ ધ્યાન સ્ટાફ દ્વારા રાખવામાં આવતુ હતુ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત વર્ષ ૨૦૨૧ માં કુલ ૨૯ સિંહ બાળનો જન્મ થયો હતો. હાલ આ નવા વર્ષ ૨૦૨૨ માં પ્રથમવાર એકી સાથે ૪ સિંહ બાળનો જન્મ થતા વન્યપ્રેમીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. સક્કરબાગ ઝૂ માં પ્રાણીઓની સારી રીતે દેખરેખ સાથે સાર સંભાળ રખાતી હોવાના સારા પરિણામો દિન-પ્રતિદિન જાેવા મળી રહ્યા છે.

Two-lions-give-birth-to-four-cubs-at-Sakkarbagh-Zoo.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *