Gujarat

જૂન અને જુલાઈમાં મોટા શહરોમાં સપ્લાય ચાલુ થશે કચ્છની કેરીનો

કચ્છ
હવામાનમાં અચાનક ફેરફાર અને અન્ય કારણોસર આ વર્ષે ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં અડધું છે, એમ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ વેરાયટી સામાન્ય રીતે ગીર કેસરના આગમનના એક મહિના બાદ બજારમાં આવે છે અને તેની મીઠાશ ઘણીવાર જૂનાગઢ કેસર કેરી સાથે સરખાવવામાં આવે છે. ખેડૂતોના મતે ગીર કેસરની જેમ આ વર્ષે પણ કચ્છના કેસરનું ઉત્પાદન ૫૦ ટકા ઘટ્યું છે. ભુજ નજીકના દેશલપર ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, ફૂલો સારા હતા, પરંતુ તાપમાનમાં અચાનક ફેરફારને કારણે તે ફળોમાં રૂપાંતરિત થઈ શક્યા ન હતા. માર્ચમાં હીટવેવ હતું, જેના કારણે પાક પર પ્રતિકૂળ અસર થઈ હતી. એવા પણ કેટલાય વૃક્ષો છે જ્યાં ફળ જ નથી. કચ્છમાં આશરે ૫,૫૦૦ ખેડૂતો છે, જેઓ ૧૦,૫૦૦ હેક્ટરમાં કેરી ઉગાડે છે અને જિલ્લામાં આ જાતનું સરેરાશ ઉત્પાદન ૬૫,૦૦૦ ટન જેટલું છે. આ ફળ માંડવી, નખત્રાણા, અંજાર, ભુજ, ભચાઉ, રાપર અને મુન્દ્રા તાલુકામાં ઉગાડવામાં આવે છે. નખત્રાણાના કેરી ઉત્પાદકે જણાવ્યું હતું કે, કુદરતી રીતે પાકેલી કચ્છી કેરી ૧૦ જૂન બાદ બજારમાં આવશે. જાેકે, આ વર્ષનું દૃશ્ય એટલું સારું નથી. કારણ કે, ઘણા ખેડૂતોનો પાક સારો નથી. ગત વર્ષે ચક્રવાતના કારણે વેપારીઓએ કચ્છી કેસરની મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. આ વર્ષે પણ તેઓ જૂન અને જુલાઈમાં મોટા શહેરોમાં સપ્લાય ચાલુ રાખવા માટે કચ્છની કેરી તરફ ધ્યાન આપી રહ્યા છે. કચ્છની કેરી અમદાવાદ અને મુંબઈના શહેરી બજારોમાં પણ જાય છે.ર્ કચ્છના નાયબ બાગાયત નિયામક એમ. એસ. પરસાણીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ અમને જણાવ્યું છે કે, આ વર્ષે પાક સારો નથી. જૂનમાં કેરી બજારમાં આવશે અને ત્યાર બાદ આપણે કહી શકીએ કે ઉત્પાદન કેટલું ઓછું થયું છે.જૂનાગઢની વેરાયટી જેટલી મીઠી એવી કચ્છી કેસર આ વર્ષે સસ્તી થવાની આશા રાખતા કેરી પ્રેમીઓના હાથમાં નિરાશા સપડાઇ છે. જ્યારે કચ્છી કેસર ૧ જૂનથી બજારોમાં આવવાની તૈયારીમાં છે, ત્યારે આ વર્ષે નબળી ઉપજ ભાવમાં રાહત આપશે નહીં.

kesar-keri-Kachcha-Gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *