Gujarat

જેતપુરનાં જેતલસર ગામમાં ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ આજે એક વર્ષ ને ચાર મહિના થયા છતાં હજુ સુધી નથી મળ્યો ન્યાય 

ગ્રીષ્માની જેમ જ સૃષ્ટિ રૈયાણીના હત્યારાને પણ ફાંસીની સજા મળે તેવી પરિવારની માગ
14 મહિના પહેલાં જેતલસરમાં  જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિની હત્યા કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.
તાજેતરમાં જ ગ્રીષ્મા મર્ડર કેસ નો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે હવે ગ્રીષ્માને તો ન્યાય મળ્યો પરંતુ ગ્રીષ્મા જેવી જ ઘટના જેતપુરના જેતલસરમાં બની હતી પરતું પરિવાર હજુ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.  જેતલસરની સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મુદ્દે પણ આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી છે.
જેતપુરનાં  જેતલસર રહેતા સૃષ્ટિના પરિવારે કહ્યું કે,ગ્રીષ્મા હત્યા કેસમાં જો ઝડપી ચુકાદો આવી જતો હોય તો સૃષ્ટિની હત્યા મામલે કેમ નહીં ? સૃષ્ટિના કેસમાં પણ આરોપીએ એક તરફી પ્રેમમાં હત્યા કરી છતાં હજુ સુધી કેમ ન્યાય નથી મળ્યો ? સૃષ્ટિના હત્યારાને પણ ફાંસીની સજા મળે તેવી પરિવારે માગ કરી છે.
આજથી 14 મહિના પહેલાં તારીખ 16/03/2021 નાં રોજ જેતલસરમાં જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિની હત્યા કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આરોપીએ મૃતકના ભાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે, એક તરફી પ્રેમમાં પાલગ યુવક સૃષ્ટિના ઘરે પહોંચ્યા હતો અને ક્રુરતાપૂર્વક સૃષ્ટિની હત્યા કરી હતી.
જેતલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા અનેક રાજકીય આગેવાનો દોડી ગયા  હતા.જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર.પાટીલ,આ વિસ્તારના ધારાસભ્ય અને ત્યારના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડીય,અન્ય  કદાવર નેતા આપ,કોંગ્રેસના નેતાઓ દ્વારા આશ્વસન આપી જતા રહ્યા હતા પરતું આજે આટલા મહિના થયા છતાં હજુ પરિવાર ન્યાયની આશા રાખી રહ્યો છે.
દીકરીને ન્યાય મળે તે માટે રાજય સરકાર સ્પેશિયલ પીપી નીમવમાં આવ્યા હતા. તેજ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે મંજૂરી પણ આપી દીધી હતી પરતું હજુ સુધી ન્યાય મળ્યો નથી
ઉલ્લેખનીય છે કે સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી.પરતું સૃષ્ટિ સૃષ્ટિને ન્યાય ક્યારે મળશે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220510-182104__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *