Gujarat

જેતપુરના રબારીકામાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં દરોડો: આઠ શખ્સો ઝડપાયા

સુરેશ વાંકે પોતાના મકાનમાં અખાડો શરૂ કર્યો ને રૂરલ એલસીબી ત્રાટકી: ઢાંક, જુનાગઢ, પાનેલ અને ધારીથી રમવા આવેલા બાજીગરોને રૂા.3.37 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
જેતપુરના રબારીકા ગામે બંધ બારણે ચાલતી જુગાર કલબમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી સંચાલક સુરેશ વાંક સહિત ઢાંક, પાનેલી જુનાગઢ અને ધારીથી રમવા આવેલા આઠ બાજીગરોને રૂા.3.37 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના દરોડાની વિગત અનુસાર રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એસ. રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુરના રબારીકા ગામે રહેતા સુરેશ જગુ વાંકના મકાનમાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી જુગાર રમતા સુરેશ જગુ વાંક, પ્રતાપ ભગુ માંકડ, રહે ઢાંક ગામ ચાંદની ચોક, ઉપલેટા, દીલીપ મેરામ વાંક રહે. બલીયાવડ, જુનાગઢ, ચંપુ ઓઢ વાળા, રહે. ગોપાલગ્રામ ધારી, સંજય હરસુર માંકડ રહે. ઢાંક સરમડીયા સોસાયટી ઉપલેટા, ચાંપરાજ જીવા લાલુ રહે.
રબારીકા ગામ જેતપુર, અરજણ ઉર્ફે બાઘુ મુના ચાવડા રહે. મોટી પાનેલી ગૌશાળા ઉપલેટા અને રામ મગન મકવાણા રહે. ઢાંક ઉપલેટાની પાસેથી રોકડ 96500 મોબાઈલ ફોન 8 રૂા.31 હજાર અને કાર રૂા.બે લાખ મળી રૂા.3.27 લાખના મુદ્દામાલ સાથે દબોચી વીરપુર પોલીસના હવાલે તમામ જુગારીઓને કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *