ગુજરાત વિધાનસભા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે પ્રચાર માટે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરુ કરી દીધી છે જેમાં આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા આજે જેતપુર ખાતે રોડ શો કરવામાં આવ્યો હતો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનો ગઢ સર કરવા ખુબ મહેનત કરી રહ્યા છે તેઓ ગુજરાતના અનેક પ્રવાસ કરી રેલી અને રોડ શો કરી મતદારોને પોતાની તરફ કરવા મથામણ કરી રહ્યા છે જેમાં હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હોય ત્યારે રાજકોટ બાદ આજે જેતપુર આવી પહોંચ્યા હતા અને ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રોડ શો શરુ કરાયો હતો જે જેતપુરના જિમખાના મેદાનમાંથી શરુ કરી તીન બત્તી ચોક સુધી પહોંચ્યો હતો જેતપુર બેઠક પર પાર્ટીના ઉમેદવાર રોહિત ભુવના સમર્થનમાં રોડ શો કરવામાં આવ્યો હતો જે રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રોડ શો યોજાયો હતો
જેતપુરમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં અમારી સરકાર બનશે. હું તમારો ભાઈ બનીને તમારા પરિવારનો સભ્ય બનીને દરેકની જવાબદારી હું સંભાળીશ. ત્યારપછી જનતાને મોંઘવારીથી છૂટકારો અપાવીશું. ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી તમારે વીજળીનું બિલ ભરવાની જરૂર નથી. હુ તમારો ભાઈ છું, હું બિલ ભરીશ. દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે અને 0 રૂપિયા બિલ આવે છે.તેમજ આમ આદમી પાર્ટી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી ક્યારે આવી રીતે કોઈ મુખ્યમંત્રી ને રોડ ઉપર ધક્કા ખાતા જોવા મળ્યા છે.આખા ગુજરાતમાં ફરી રહ્યો છે.મહેનત કરી પરસેવો પાડી રહ્યો છે. કારણ કે મારી પાસે રૂપિયા નથી રૂપિયા હોતતો મોટી મોટી નોટંકી કરી શકતો હતો સાત વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું પરતું મારું પણ બેંક એકાઉન્ટ ખાલી છે તેમજ પાર્ટીનું પણ બેંક એકાઉન્ટ ખાલી છે.આ વખતે તામારો સાથ જોઈએ છે.
ઉપરાત અરવિંદ કેજરીવાલ છેલ્લે જેતપુરના લોકોને સબોધતા કહ્યું કે જેતપુરના વેપારીઓ પાસેથી હપ્તા,વસૂલવામાં આવે છે.તેમજ વેપારીઓને દબાવવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે 10 દિવસોમાં એવી વ્યવસ્થા કરીશું કે.વેપારીઓ પાસેથી પૈસા લેવાની હિંમત નહીં કરે.


