Gujarat

 જેતપુરમાં કોંગ્રેસની સત્ય શોધક સમિતિની  ખેડૂતોને વધુ એક ચોકલેટી ખાતરી !?

કેપ
વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ
પેટા
કોંગ્રેસના ધારાસભ્યો માત્ર વચનો આપીને ચાલ્યા જાય છે : રોષિત ખેડૂતો
પેટા
મત મેળવવા માટે ધારાસભ્યો ખેડૂતો સામે સારા થવા મથે છે : જાગૃત લોકો
પેટા
જેતપુરના સાડી ઉધોગને બદનામ કરવા વધુ એક વખત હીન પ્રયાસ ; ઉદ્યોગપતિઓ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશની સત્યશોધક સમિતિ હાલના દિવસોમાં સૂરદાસ જેવી સાબિત થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કારણકે દર વખતે ચૂંટણી સમયે જ સત્યશોધક સમિતિના  ધારાસભ્યોને જેતપુર નું પાણી પ્રદૂષણ દેખાય છે. એ પહેલા ક્યારેય દેખાતું નથી.
 જાગૃત લોકો કહે છે કે જેતપુરના સાડી ઉદ્યોગ નો પાણી પ્રદૂષણ પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે છે. અત્યારે  મહદઅંશે ઉદ્યોગપતિઓએ પ્રદૂષણ નિયંત્રણ કરવામાં પ્રયાસો હાથ ધર્યા છે. તેવા સમયે જ કોંગ્રેસની સત્યશોધક સમિતિ જેતપુરના સાડી ઉધોગને બદનામ કરવાનું કામ કરતી હોવાનું સાબિત થઇ રહ્યું છે.
 અત્રે નોંધનીય છે કે જેતપુરનો સાડી ઉદ્યોગ હજારો ગરીબોને અને પરપ્રાંતીય મજૂરોને રોજીરોટી રડી આપે છે. ત્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા વચ્ચે માંડ માંડ ચાલતા આ ઉદ્યોગને બચાવવાને બદલે ખતમ કરી દેવાના હીન પ્રયાસ સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાત પ્રદેશની સત્યશોધક સમિતિના ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ધારાસભ્ય પુંજાભાઈ વંશ એમ બે જેતપુર તાલુકા ની ગઈકાલે મુલાકાતે આવ્યા હતા ઘણી. જગ્યાએ આ બંને ધારા સભ્યોએ પોતાના પ્રતિનિધિ અને સાથે રાખીને ખેડૂતોને મળ્યા હતા.
અને પાણી પ્રદૂષણ પ્રશ્ન હટાવવાની વધુ એક વખત ચોકલેટી ખાતરી આપી હતી. ખેડૂતો પોતાના ખેતી પાકોને જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદુષણ યુક્ત પાણી પારાવાર નુકસાન કરતું હોવાની અનેક વખત રજુઆતો કરી ચૂક્યા છે. પરંતુ તેઓને કોઈ સાંભળતું નથી તે હકીકત છે. અને બીજી એક પણ હકીકત એ છે કે ઉદ્યોગપતિઓ હવે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં ભારે મહેનત કરી રહ્યા છે.
 આમ છતાં જેતપુર તાલુકામાં કોંગ્રેસનું કોઇ સંગઠન નથી છતાં સત્યશોધક સમિતિના નેજા હેઠળ બે ધારાસભ્યોએ જેતપુરના જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો સામે સારા થવાનો પ્રયત્ન કર્યો હોવાનું જાગૃત પ્રજામાં આક્ષેપ છે
જેતપુર શહેર અને તાલુકાના જાગૃત લોકો કહે છે કે ચૂંટણી સમયેજ કોંગ્રેસની સત્યશોધક સમિતિ જેતપુરની મુલાકાતે આવે છે અને જેતપુરના ઉદ્યોગને બદનામ કરવાનું કામ કરે છે. કારણ કે ભૂતકાળમાં ધોરાજીના ધારાસભ્યએ જેતપુરના પાણી પ્રદૂષણ પ્રશ્ન હલ ન થાય તો જળ સમાધી લેવાની ખેડૂતોને ખાતરી આપી હતી.
પરંતુ આ બાબતે તેમણે એટલે કે ધોરાજીના ધારાસભ્યએ લેશમાત્ર પ્રયાસો કર્યા નથી અને માત્ર ને માત્ર ચુંટણીમાં મત મેળવવા માટે આવી નાટક રૂપી જાહેરાત કરી હોવાનું કહેવાય છે. ત્યારે જેતપુર દોડી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને ઓળખી જવાનો સમય પાકી ગયો હોવાનું જાગૃત લોકો કહે છે
….
બોક્સ : જેતપુરના ઉદ્યોગપતિઓ શુ કહે છે ?
જેતપુર : જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જણાવ્યા મુજબ જે લાઈન દ્વારા પ્રદૂષિત પાણી છે તે દરિયામાં ઠાલવવાની યોજના સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે તેમાં પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા વિરોધ કરવામાં આવતો હોઈ છે જેતપુર ડાંઇગ ઉદ્યોગને બદનામ કરવાનાં હિન પ્રયત્નો છે
બોક્સ :
લલિત વસોયાની વધુ એક ચોકલેટી ખાતરી
જેતપુર : ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં અગાઉ પણ ભાદર નદીમાં થતા પ્રદૂષણના મામલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારાપુર ગામના ખેડૂતો અને પ્રદૂષિત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી. અને સાથે સ્થળ પર જઈ ચકાસણી કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે  હાલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રદૂષણનો મુદ્દો ઉછાળીશ અને પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીશ
બોક્સ :
વરની માં જાણે નહીં ને હું વરની ફુઈ :  જેતપુરમાં કોંગ્રેસનું કોઈ  સંગઠન જ નથી!
જેતપુર : જ્યારે પ્રદૂષણના મુદ્દા બાબતે ધોરાજી અને ઊનાના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેતપુરમાં ધામા નાખ્યા હતા ત્યારે ઉલ્લેખવું જરૂરી છે કે  હાલ રાજકોટ જિલ્લા અને ખાસ કરીને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન નથી. માત્રને માત્ર ચૂંટણી લક્ષી આવા કાર્યક્રમો યોજતા કોંગી ધારાસભ્યોનું નાટક ” વરની માં જાણે નહીં અને હું વરની ફુઈ” જેવું સાબિત થતું હોવાનું જાગૃત લોકો કહે છે.
બોક્સ :
સત્યશોધક સમિતિના આગેવાનોએ ક્યાં મુલાકાત લીધી ?
જેતપુર : જેતપુર તાલુકાના પીઠડીયા તેમજ સરધારપુર નજીક કેમીકલયુક્ત પાણીના લીધે ડેમનું પાણી પ્રદુષિત બની ગયું હોય.અને ખેડૂતોએ સિંચાઈ માટે આ પાણી નાં મળવાની રાવના કારણે આજરોજ કોંગ્રેસની સત્યશોધક કમિટી વતી કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય આગેવાનો આ ડેમની મુલાકાત લીધી હતી.
જેતપુરમાં ધોલાઈ ઘાટ માંથી નીકળતા પ્રદૂષણને કારણે ખેતી લાયક જમીન અને ભૂગર્ભજળને જે ગંભીર નુક્સાન થયું છે અને થઈ રહ્યું છે.
પર્યાવરણ , હવા અને સામાન્ય નાગરિકોનાં અને મેળવવાનું પશુ પંખીઓનાં જીવ સામે જે સમસ્યાઓ ઉભી થઈ છે . તેની સ્થળ તપાસ કરી હકીકતની જાણકારી મેળવવા ઉપરાંત જન જાગૃતિ લાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક સત્ય શોધક સમિતિ ની રચના કરવામાં કન્વિનર અર્જુનભાઈ મોઢવાડિયા જૂનાગઢ નજીકના વિસ્તારમાં કેમીકલ યુક્ત પાણીથી જે સ્થિતિ ઉભી થઇ છે ,તેની હકીકત જાણવા આ સમિતિ વતી પૂંજાભાઈ વંશ ,લલિતભાઈ વસોયા અને કોંગ્રેસના આગેવાનોએ પીઠડીયા તેમજ સરધરપુરની મુલાકાત લીધી હતી.
ગામ નજીક આવેલા કેમીકલ યુક્ત પાણીથી પ્રદુષિત થઈ ગયા ડેમની મુલાકાત લઇ અને ખેડૂતોને અને ગ્રામજનોને રૂબરૂ મળ્યા હતા અને રજૂઆતો સાંભળી હતી.
પ્રદૂષણ ને લઈને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે પરંતુ ત્યારે કોઈ પણ પક્ષના આગેવાનો આગળ નથી આવ્યા પરતું  લોકોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોય ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યો એક્ટિવ થયા હોય તેવા પણ લોકોમાંથી પ્રશ્નો ઉઠવા પામ્યા છે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220311-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *