ચૂંટણી પુરી થતાની સાથે જ દારૂના ધંધાર્થીઓ ફરી મેદાનમાં ઉતરી આવ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે જેતપુરમાં જુનાગઢ રોડ ઉપરઆવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જાળી વચ્ચે દારૂની હેરફેર થતી હોવાની પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રૂા. 60,400ની કિંમતના 604 ચપલા સાથે આરોપીની ધરપકડ કરી બાકીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ ઉપર મામાદેવના મંદિર પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી તપાસ કરતા બળદેવધારમાં રહેતો ફિરોજ મામદ ખેભર ઉ.વ.33 વિદેશી દારૂ સાથે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ખુલ્લા પ્લોટમાંથી 60,400ની કિંમતના 604 નંગ ચપલા અને ત્રણ હજારનો મોબાઈલ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે મુદ્દે આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ દરોડાની કાર્યવાહી પોલીસ જમાદાર ચંદ્રસિંહ વસૈયા, પોલીસમેન રાજુભાઈ શામળા સહિતના સ્ટાફે કરી હતી


