શહેરના પાચીન શ્રી નૃસિંહ મંદિર થી આઝાદી પહેલાંથી પરંપરા મુજબ રામનવમી ની સૌથી લાંબો પગપાળા રૂટ પર નીકળતી શોભાયાત્રા યોજવામાં આવે છે .
કોરોના ની ગાઈડલાઈન ને કારણે સતત બે વર્ષથી સ્થગિત રહેલ આ ભવ્ય શોભાયાત્રા માટે આ સાલ શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . નૃસિંહ મંદિરના મહંત શ્રી કનૈયા આનંદ મહારાજ ની સીધી જ આગેવાની હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો , અને મોટાભાગના વિસ્તારો ધજા-પતાકા થી સુશોભિત થઈ ચૂક્યા છે.આ સુશોભનમાં યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો
કોમી એકતા ના પ્રતિક રૂપે શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રામાં ઠંડી છાશનો વિતરણ અને ફૂલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત અનેક યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા શરબત જ્યુસ અને પાણીના સ્ટોલ મુકવામાં આવનાર છે .
શોભાયાત્રામાં આશરે 50થી વધારે પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓની ઝાકમઝોળ જોવા મળશે . પચ્ચીસેક જેટલા ઘોડેસવારો આ શોભા યાત્રામાં જોડાઈ પોતાનું કૌવત બતાવશે. ડીજે ના સંગીતના અને બેન્ડવાજા તેમજ પારંપરિક ઢોલને શરણાઈ ના સુર અને તાલ સાથે ભાવભેર આનંદોલ્લાસ છવાશે..
આ શોભાયાત્રામાં પૂજ્ય સંતો, મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી રથમાં બિરાજમાન થઈ જોડાશે. આ સમગ્ર શોભાયાત્રા ના આયોજનનું મોનીટરીંગ રામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ મનોજ પારઘી કરી રહ્યા છે
હરેશ ભાલીયા જેતપુર


