જેતપુર સીટી પોલીસે બે દરોડમાં ૧૭ ચાઈનીઝ ફીરકી કબ્જે કરી.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી ઘણાં ટુવ્હિલર વાહન ચાલકો અને પશુ-પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોય છે. આવામાં ચાઈનીઝ દોરી એટલી ઘાતક સાબિત થાય છે કે તેનાથી લોકોને અને પશુ-પક્ષીઓને મોટું નુકસાન થતું હોય છે. આવામાં સરકાર દ્વારા આ પ્રકારની દોરીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, આમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા કમાઈ લેવાની ભૂલોનો અન્યએ ભોગ બનવું પડે છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
શહેરના કણકીયા પ્લોટ બગીચાના ખૂણા પાસે જેતપુર સીઝન સ્ટોર નામની દુકાનમાં ચાઈનીઝ પ્રતિબંધિત સિન્થેટીક દોરીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે તપાસ કરતા દુકાનમાં પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીઓ જોવામાં આવતા કુલ નગ-૦૫ હોઈ જેની એકની કિંમત રૂ.૧૫૦ લેખે ફીરકી નંગ-૫ ની કિંમત રૂ.૭૫૦.૦૦ ગણી દુકાન માલિક પરાગ હરકીશનભાઈ આસનાણી ( ઉ.મ ૪૨) નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી રેડમાં શહેરના જૂનાગઢ રોડ મનમિત એપાર્ટમેન્ટ પાસે ચાઈનીઝ દોરી વેચાણ કરતા હોવાનું પોલીસને બાતમી મળી હતી.આ વિગતોના આધારે પોલીસે દરોડા પાડતા. દરોડા દરમિયાન પોલીસને જેતપુર સીઝન સ્ટોરમાં ૧૨ નંગ ચાઈનીઝ દોરીના ફીરકી મળી આવી હતી જેની ૧૨ નગની કિંમત ૧૮૦૦ સાથે દુકાન માલિક મુકેશભાઈ ગોવિંદરામ ધનવાણી (ઉ.વ૪૫) પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરાગ અને મુકેશ નામના બન્ને શખ્સો સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીનું વેચાણ અટકે તે માટે કાર્યવાહી કરવામાં આવી
હરેશ ભાલીયા જેતપુર
