19 વર્ષીય પરિણિત મહિલાએ કારખાનાની ઓરડીમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો.
જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિણીતાનો ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના રબરીકા રોડ ઉપર આવેલ આવેલ સાડીના ગજાનંદ કારખાનામા કામ કરતા પરપ્રાંતિય મંજૂરની પત્નીએ અગમ્ય કારણોસર બપોરના સમયે કારખાનાની અંદર મજૂરો માટે રહેવાની ઓરડીમાં મૂળ બિહારના રહેતા સુમિયા ખાતુન નિયજ અન્સારી ઉં.વ 19 ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો કારખાના માલિકે પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે


