જેતપુરમાં ગોપી એપાર્ટમેન્ટ રેસીડેન્સીનાં બ્લોકમાં આગના ધુમાડાથી આસપાસમાં ડરનો માહોલ સર્જાયો હતો.
જેતપુર શહેરના જીથુંડી હનુમાન રોડ પર આવેલ ગોપી રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં નંબર 203 માં આગ લાગી ગઈ હતી. સોસાયટીમાં બ્લોકમા એકાએક ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા હતાં. જેથી આજુબાજુના લોકો કંઈ સમજે તે પહેલાં સમગ્ર રૂમની અંદર એકાએક આગએ પલંગ અને ગાંદીને લપેટમાં લઈ લેતા ધુમાડો પ્રસરી ગયો હતો. જોતજોતામાં આગથી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ તનવાણીનો પરિવારના સભ્યો દ્વારા સવારે દેવસ્થાનમાં પૂજા કરવામાં આવી હતી. પૂજા કરવા દરમ્યાન જે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.તેને કારણે આગ પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના સભ્યએ પૂજા કરીને બજારમાં જતા રહ્યા બાદ એકાએક જ દેવસ્થાનના દીવાથી આગ પ્રસરી હતી. દીવાની બાજુમાં જ પલંગ ગાદી હોવાથી એકાએક આગે પલંગ અને ગાંદીને સૌપ્રથમ આગની લપેટમાં લઈ લીધી હતી.
આગ લાગતાની સાથે જ સમગ્ર બંગલાની અંદર ધુમાડો વધુ થતાં ઘરના તમામ સભ્યો પણ સતર્કતા દાખવીને ઘરની બહાર દોડી આવ્યા હતાં. પરિવારના સભ્યોએ ફાયર વિભાગને ફોન કરી ઘટના અંગેની માહિતી આપી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જેતપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
હરેશ ભાલીયા જેતપુર


