Gujarat

જેતપુરમાં ફ્લેગ માર્ચ યોજાઈ, સી.આર.પી. એફ તેમજ પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

જેતપુરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં જેતપુર શહેર પોલીસ તેમજ સી.આર.પી.એફની કાફલાએ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વિધાનસભા ચૂંટણી 2022ની લોકોમાં જાગૃતિ રહે તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા  ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ જિલ્લામાં આચારસંહિતાનો અમલ થવા માંડ્યો છે. આ સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અતિ મહત્વનું પરિબળ માનવામાં આવે છે. જેમાં ચૂંટણી સમયે શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે એ માટે જેતપુર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. આ ફ્લેગમાર્ચમાં સી. આર.પી. એફ ની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમાં ફૂલવાડી વિસ્તાર, ગોંડલ દરવાજા,મોટા ચોક વિસ્તાર, ગોંદરા વિસ્તાર, બોખલા દરવાજા, કણકિયા પ્લોટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું અને શહેરનો તાગ મેળવ્યો હતો.

IMG-20221108-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *