Gujarat

જેતપુરમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

જેતપુરમાં વોલીબોલ ગ્રાઉન્ડમાં આવેલ જૂના રેન બસેરા પાસેથી યુવકની લાશ મળી
જેતપુર શહેરના બસ સ્ટેન્ડનાં પાછળનાં વિસ્તારમાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે આવેલ જુનારેન બસેરા પાસેથી એક યુવકની લાશ પડી હોવાની માહિતી મળતા જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવક થાણાગલોલ ગામનો મુકેશ પરમાર હોવાની વિગતો જાણવા મળી હતી પોલીસની પ્રથામિક તપાસમાં યુવકે ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં હોઈ જેથી પડી જતા મૃત્યુ થયાનું જણાવેલ હતું લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી જેતપુર સિટી ઇન્ચાર્જ પીઆઇ કે.વી પરમારે આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *