સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ
પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાની હદ વટાવી દેતી તસવીરો ક્યારેક હ્રદયસ્પર્શી હોય છે. અવાચક વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની ક્રૂરતામાંથી પસાર થવું સરળ લાગે છે. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે માનવતા શરમાવે છે.
આવો જ એક કિસ્સો જેતપુરમાં પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં મનુષ્યના સૌથી ખાસ અને નજીકના અને ઈમાનદાર પ્રાણી ગણાતા કૂતરાઓ પર એવી ક્રૂરતા કરવામાં આવી હતી કે જેણે પણ સાંભળ્યું તે કંપી ઊઠ્યો. તેઓ અવાચક છે, તેઓ નિર્જીવ નથી. આ સમજવું પડશે. જેમાં વ્યક્તિઓ એ શ્વાનને પથ્થરા મારી હત્યા નિપજાવી હોવાના વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. હવે જીવદયા પ્રેમીઓ આ મામલાને લઈને ગુસ્સે છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જેતપુરના સારણના પુલ પર દેરડી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પમ્પ રોડ પાસેની આ ઘટનાના સીસીટીવી ફૂટજે સામે આવ્યા હતા આ અમાનવીય દ્રશ્યોમાં. જેમાં વહેલી સવાર બે યુવકો એક શ્વાનને લાકડી અને પથ્થરથી. શ્વાન ઉપર તુટી પડ્યા હતા હત્યા પહેલા રસ્તેથી પસાર થતાં અન્ય લોકો પણ ચોંકી ગયા હતા. બંને યુવકોને શ્વાનને મારતા અટકાવ્યા હતા પણ બન્ને યુવકો ટસ ના મસ નહોતા થયા આખરે શ્વાનની હત્યા નિપજાવી હતી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી હાલતો શ્વાનની હત્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ તથા જીવદયા પ્રેમીઓ માં રોષની લાગણી વ્યાપી હતી
હરેશ ભાલીયા જેતપુર