Gujarat

જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા લોકમેળાની તૈયારીઓ શરૂ લોકમેળામાં સ્ટલોની હરરાજી ૨૪ જુલાઈના રોજ યોજાશે.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી જેતપુમાં લોકમેળાને રદ કરવામાં આવ્યો હતો.
જેતપુરનાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.  જન્માષ્ટમીના તહેવાર દરમિયાન  લોકોમેળો યાજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જેની જેતપુર વહિવટી તંત્ર દ્વારા મ્હોર લાગતા જેતપુર શહેરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર 6 દિવસ લોકમેળાનું આયોજન થશે. આગામી 17 થી 22 ઓગસ્ટ દરમિયાન આ મેળો બસ સ્ટેન્ડ સામે જીમખાના મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને જન્માષ્ટમીનો આ લોકમેળો યોજવા માટે સિટી કાઉન્સિલ કમર કસવા લાગ્યું છે.
જેતપુર સીટી કાઉન્સિલના પ્રમુખના જણાવ્યા મુજબ આ મેળાની તૈયારીઓના ભાગરૂપે આગામી તારીખ 24 જુલાઈ રવિવારના બપોરના 3 કલાકે સ્ટોલ માટેની જાહેરહરાજી રાખવામાં આવી છે  આ ઉપરાંત દર વર્ષે મેળામાં સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. તેમજ ફાયર સેફ્ટી, પાર્કિંગ નિયમન વગેરે માટે વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેને લઈને આગામી બેઠકોમાં નિર્ણય લેવાશે.
જેતપુરની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે. પરંતુ જેતપુરમાં લોકમેળો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લાખો લોકોની મેદની આ લોકોમેળામાં આવે છે. લાખો લોકોને રોજગારી મળે છે. લોકોમેળો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.
આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ મનહરભાઈ વ્યાસ , સેક્રેટરી મનીષભાઈ કરેડ , પ્રોજેકટ ચેરમેન અમીત ટાંક , પ્રોજેકટ કન્સલ્ટન્ટ જેન્તીભાઈ રામોલીયા , વસંતભાઈ પટેલ , પ્રવિણભાઈ ગજેરા , પ્રવિણભાઈ નંદાણીયા , વિનોદભાઈ સિધ્ધપરા , અરવિંદભાઈ વોરા તથા કો . ચેરમેન ચંદ્રેશભાઈ ધડુક થતાં હેમંતભાઈ ઢોલરીયા તેમજ યોગેશ શીંગાળા , કૈલાશ વૈષ્નવ , ભાવેશ વઘાસીયા , મનીષ પંડયા તેમજ યુવા કાઉન્સીલ અશ્ર્વીન રામોલીયા , સાવન નંદાણીયા , શ્રેયશ પટેલ , વિજય વોરા , યશ ઘડુક , નિમેષ ઢોલરીયા , હિરેન ભેંસાણીયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *