તાલુકા મથક પર અલગ-અલગ ગામના સ્થાનીક વિસ્તારના ખેડૂતો એકઠા થઈ રોષ વ્યકત કર્યો
વીજ કચેરી ખાતે ખેડૂતોએ પીજીવીસીએલ હાય હાય
તેમજ લોડ સેટિંગ કે સરકારનું સેટિંગનાં નારા લગાવ્યા હતા
રાજકોટ જિલ્લામાં ખેતીવાડી વીજપુરવઠો થોડા દિવસોથી વારંવાર ખોરવાયો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીજીવીસીએલ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તેમછતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ત્યારે આજે જેતપુર તાલુકા પીજીવીસીએલ મથક પર અલગ-અલગ ગામના સ્થાનીક વિસ્તારના ખેડૂતો એકઠા થઈ રોષ વ્યકત કર્યો હતો. તેમજ ખેડૂતોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમજ રોષ વ્યકત કર્યો હતો અને નારા લગવ્યાં હતા.
જેતપુર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વાંરવાર વીજળી અનિયમિત આવે છે જેથી ખેડૂતો પોતાના પાકમાં સરખી રીતે પીયત કરી શકતા નથી. ખેડૂતોના કહેવા પ્રમાણે માત્ર 4 કલાક જ લાઈટ અહીં આવે છે. ખેતીના પાક તેમજ શાકભાજી વગેરે પાકને સમયસર વીજળી નહી મળવાના કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે, વીજળી નહિ મળવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોમાં વિરોધ વધી રહ્યો છે. વીજળી સમયસર આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપરાંત આગામી સમયમાં વીજ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વીજ કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
