– હાલમાં ટુંક સમય પહેલાજ ગ્રામ પંચાયતોની ચુંટણી થઈ છે ત્યારે, જેતપુર પાવી તાલુકાના મુખ્યમથક જેતપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં મોંન્ટુભાઈ શાહની આગેવાની હેઠળ વિકાસ પેનલનો જ્વલંત વિજય થવા પામ્યો હતો. ૭૬% જેટલા વોટ મેળવી માહિલા સરપંચ તરીકે નૈન્સીબેન શાહ સાથે ૧૨ એ ૧૨ વોર્ડમાં કીટલીના નિશાનની પેનલે જીત મેળવી હતી. ગતરોજ ગ્રામ પંચાયતની પ્રથમ મિટિંગ માં ઉપસરપંચની ચુંટણી હતી તેમાં દરેક સભ્યો દ્વારા સર્વાંનું મતે મોંન્ટુભાઈ શાહની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. આ સમાચાર મળતાની સાથેજ સમગ્ર ગ્રામજનો ગ્રામ પંચાયત કાર્યાલય પર આવી ઉપસરપંચનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. સદર વરણીથી જેતપુર પાવી સમગ્ર તાલુકામાં પણ આનંદની લાગણી પ્રસરવા પામી હતી. ઉપસરપંચ મોંન્ટુભાઈ શાહે જણાવ્યું હતું કે, ગત ૫ વર્ષના વિકાસના કામોને દયાને લઈ ને સમગ્ર જેતપુરની જનતાએ જ્ઞાતિ – જાતિ – ધર્મના ભેદભાવ વગર અમારી વિકાસ પેનલને જે જીત અપાવી છે તે બદલ સમગ્ર જનતનો આભાર માણ્યો હતો. આગળ પણ આવીજ રીતે જેતપુર ગામની વિકાસયાત્રા આગળ વધી રાજ્ય અને દેશ લેવલે જેતપુર પાવીનું નામ ગુંજતું થાય તે દિશામાં અમારો હંમેશા પ્રત્યન રહેશે. જેતપુર ગામની સાથે આજુબાજુના ગામો ને જેતપુર પાવી તાલુકાના અન્ય ગામોના વિકાસના કામો માં સહકાર અને માર્ગદર્શન આપવા માટે ઉપસરપંચે ખાત્રી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


