Gujarat

જેતપુર પાવી પોલીસ દ્વારા ગણનાપાત્ર કેસ કરી આરોપી સહીત કુલ કિ રૂ.૨૮,૫૩૦/-નો મુદામાલ કબજે કરવામા  

ધર્મેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા  જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામા આવેલ જે આઘારે જે જી ચાવડા,ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એચ આર જેતાવત પોલીસ સબ ઈન્સ્પેકટર જેતપુર પાવી પોલીસ સ્ટેશનાઓ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ જેતપુર પાવી પોસ્ટે હાજર હતા તે દરમિયાન અંગત બાતમીદારો થકી મળેલ બાતમી  આધારે જેતપુર પાવી ટાઉનમા રહેતા વિનોદભાઈ ઉર્ફે ટીકલો વિઠલભાઈ જાતે તડવી રહે જેતપુર પાવી ટાઉન તલાવ, છોટાઉદેપુર, જેતપુર પાવી જી. ફળીયા તાનાઓ તેના રહેણાંક મકાનના ઈંગ્લીશ દારૂનુ વેચાણ કરે છે તેમજ દારૂ લેવા આવતા ઇસમોને તેના ઘરે દારૂ પહોંચાડે છે તેવી હકીકત આધારે બાતમીદારો ગોઠવી સદરી ઇસમને પકડી તેના ઘરે તપાસ કરતા આરોપીના કબજા ભોગવટાના મકાનમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાચના ૧૮૦ મી.લીના – ક્વાટર નંગ-૭૪ કિ રૂ ૧૮,૪૪૦/- તથા પતરાના ૫૦૦ મી.લીના બીયર ટીન નંગ-૪૨ કિ રૂ  ૬,૬૦૦/-તથા દેશી દારૂ
લીટર ૮૮, કિ રૂ ૧,૭૬૦/-તથા અંગ ઝડતી માથી મળેલ મોબાઈલ ફોન નંગ- ૦૧ કિ ૩,૫૦૦/-તથા રોકડા રૂપીયા ૧,૨૩૦/-મળી કુલ કિ ૨૮,૫૩૦/-નો મુદામાલ કબજે કરી આરોપીને અટક કરેલ છે,આમ જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220421-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *