આજે ૧૫ ઓગષ્ટે આઝાદીના ૭૫ વર્ષ પુરા થઇ રહ્યાં છે ત્યારે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં જલ-થલ અને નભમાં ભારતનું ગર્વ એવો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે જેતપુર પાસે આવેલ ભાદર-૧ નદીના ડેમ પર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો
ભાદર-૧ ડેમ પર ૫૦૦ ફૂટનો તિરંગો લેહરાવવામાં આવ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ધ્વજ લેહરાવયો. ભાદર ડેમ ઈરીગેશનના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લેહરાવવામાં આવ્યો હતો અને દેશ ભક્તિના રંગે રંગાયા હતા


