Gujarat

જેતપુર ફાટક પાસે મકાઈ ભરેલ ટ્રકટર પલ્ટી મારી ગયું: એકને ઈજા

વડીયા ગૌશાળામાં મકાઈ નાંખવા જતા હતા ત્યારે અકસ્માત બન્યો: ચાલક સારવારમાં ખસેડાયો
જેતપુર ફાટક નજીક મકાઈ ભરેલું ટ્રેકટર પલ્ટી મારી જતાં ચાલકને ગંભીરઈજા પહોંચતા સારવારમાં અંગેની સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.અકસ્માતની વધુ વિગત મુજબ ધોરાજીમાં રહેતા રમેશભાઈ ભીમાભાઈ વાઢીયા (ઉ.વ.36) ગત રોજ જેતપુર થી ટ્રેકટરમાં મકાઈ ભરીને વડીયા ગૌશાળામાં નાંખવા માટે જતા હતા.
ત્યારે જેતપુર ફાટક પાસે રમેશભાઈએ સ્ટેટીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર રોડની બાજુમાં પલ્ટી મારીને ઉધું પડી ગયું હતું. જેમાં ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અંગેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતાં તેના સ્ટાફે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *