આગ લાગતાં લાખો રૂપિયાનો વાઇટ સાડીનો માલ બળીને લાખ
આગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
જેતપુર જેતપુરના રબારીકા રોડ પર સાડીના કારખાના મોડી રાત્રે આગ લાગતા કારખાનામાં અફડતફડીનો માહોલ સર્જાયો હતો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના રબારીકા રોડ પર આવેલા કારખાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હરેકૃષ્ણ ઉદ્યોગ નગરમાં આવેલ આસ્થા સાડી નામના કારખાનાનાં માલિક વિકાસ ભીખુભાઈ ભાલાળા નાં કહેવા પ્રમાણે અંદાજે ગઇ કાલે રાત્રે 10 વાગ્યા આસપાસ એકા એકા વીજ શોર્ટ સર્કિટનાં કારણે કારખાનામાં પડેલ વાઇટ સાડીઓની ગાંસડીઓમાં આગ લાગતા અફડતફડીભર્યા દ્ર્શ્યો સર્જાયા હતા તેમજ આગ લાગતા જેતપુર નવાગઢ નગરપાલિકાની ફાયર બ્રિગેડને બોલવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમે આગને કાબૂમાં લીધી હતી આ આગના કારણે સાડીઓની ગાંસડીઓ નો લાખો રૂપિયાનો માલ બળીને ખાક થયો હતો આગની ઘટના કારખાનામાં લગાવેલ સીસીટીવી માં કેદ થઈ હતી
હરેશ ભાલીયા જેતપુર


