હડતાલ પર ડોકટરો ઉતરતા આખરે એજન્સી દ્વારા ફરજ પર નિમણુક ચાલુ રાખતા હડતાલ સમેટાય.
સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે આઉટસોર્સથી કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતા બ્રધર તરીકેની ફરજ બજાવતા ભવ્ય કણજારીયાને એક દર્દીના સબંધીની ફરીયાદના આધારે આઉટ
એજન્સીએ છૂટો કરી દેતા હોસ્પીટલનો ડોકટર સહિતનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો.
જેતપુરમાં સાવરે નવ વાગ્યા આસપાસ એકા એક સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગ એજન્સી નીચે કામ કરતા બ્રધર તેમજ નર્સો હડતાળ પર ઉતર્યા હતા અને માંગ કરી હતી કે જેતપુર સરકારી હોસ્પિટલમાં સેવા બજાવતા ભવ્ય કણઝારીયા નામના બ્રધરને આઉટસોર્સથી કોન્ટ્રાકટ દ્વાર કોઈ પણ લેખિત જાણ વગર ફરજ મુક્ત કરવામાં આવેલ હોઈ જેથી બ્રધરને પરત ફરજ પર લેવામાં આવે તેવી માંગ કરી હતી.જેતપુરની સરકારી હોસ્પીટલમાં કોન્ટ્રાકટ પર બ્રધર તરીકેની ફરજ બજાવતા ભવ્ય કણઝારીયાને કોઈ દર્દીના સબંધીની ફરીયાદના આધારે આઉટ સોર્સીંગ એજન્સીએ છૂટો કરી દેવામાં આવ્યો જેથી આઉટસોર્સિંગ એજન્સી નીચે કામ કરતા સ્ટાફે હડતાળ કરી ચીમકી આપતા એમ જી સોલંકી નામની એજન્સી દ્વારા પત્ર રદ કરવામાં આવતા તેમજ ફરીયાદની તપાસ પૂર્ણ ન થાય ત્યા સુધી ફરજ ચાલુ રાખવા પત્રમાં જણાવવામાં આવ્યું હતું ફરજ પર પરત લેતા હડતાળ પર ગયેલ સ્ટાફે હડતાળ પૂર્ણ જાહેર કરી ફરજ પર પરત ફર્યા હતાં
હરેશ ભાલીયા જેતપુર


