Gujarat

જેતપુર સરકારી હોસ્પિટલમાં 40 લાખના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ ખાઇ રહ્યો છે ધૂળ, રીપેરિંગ કરવામાં કંપનીના ઠાગાઠૈયા

સરકારી હોસ્પિટલમાં લગાવાયો હોય તો કોઇ દરકાર જ નહીં લેવાનીઉ?
સંભવિત ચોથી લહેરમાં પણ નિર્ભર તંત્રને હોસ્પિટલમાં સ્થાપેલ પ્લાનની નથી પડી દરકાર?
હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહી.
જેતપુરની સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચ કરી ઓક્સિજન પ્લાન્ટ એક વર્ષ પહેલા બેસાડવામા આવ્યો હતો. પરતું ચાલુ થતાની સાથે જ ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીઓના કારણે બંધ છે અને ધૂળ ખાઈ રહ્યો છે. જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજુઆત કરાઈ છે, તેમ છતાંય આજ સુધી ઓક્સિજન પ્લાન્ટનું રિનોવેશન કામ કરવા કોઈ આવ્યું નથી. સંભવિત કોરોનાંની ચોથી લહેર અથવા તો આકસ્મિક કોઈ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી તો શું થાશે એ એક મોટો પ્રશ્ન છે.
જેતપુર સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજનનો પ્લાન્ટ કોરોનાકાળ દરમ્યાન એટલે અંદાજીત એક વર્ષ પહેલા જ શરૂ કરવામા આવેલ હતો. પરંતુ  ટેકનિકલ ખામીઓના કારણે આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે. ત્યારે જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક નિકિતા પડ્યા દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેની રજૂઆત ઉપલા તંત્રને તથા જવાબદાર કંપનીને પણ કરેલી છે તેવું જણાવેલ છે. છતાં હજુ સુધી આ જેતપુર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેનુ રીપેરીંગ કામ હજુ સુધી કરવામા આવેલ નથી.
 જેતપુર સરકારી હોસ્પિટલ તંત્ર સંભવિત કોરોનાની ચોથી લહેરમાં સજજ પરતું ઓક્સિજન પ્લાન્ટ બંધ છે.જ્યારે કોરોનાની સંભવિત ચોથી લહેરની વ્યક્ત થઈ રહેલી શક્યતાને પગલે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલમાં સંભવિત કોરોનાની લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજજ છે  સામનો કરવા માટે વેન્ટિલેટર, 22 બેડ, ઓક્સિજન બોટલ સહિત દવાનો જથ્થો તેમજ ડોકટરો નો પૂરતો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય છે હોસ્પિલમાં RTPCR લેબ પણ કાર્યરત છે.પરતું મોટી વાત એ છે કે ઓક્સિજન પ્લાન્ટ જે હાલ તો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે તેમનું રીપેરીંગ કામ કરવા હજુ કોઈ આવ્યું નથી તેવું સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા જણાવાયું છે.
બીજી તરફ જેતપુરનાં સામાજિક આગેવાન નિલેશ પંડ્યાએ આ બાબતે જણાવ્યું કે જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય તે ગંભીર બાબત કહેવાય. આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય તેને તાત્કાલિક શરૂ કરવામા આવે તેવી માંગ કરાઈ હતી. આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય અને જો કોઈ આકસ્મિક જરૂરીયાત પડે તો દર્દીઓનુ શું થાય તે મોટો પ્રશ્ન છે. ઓક્સિજન પ્લાન્ટના કંપની પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તંત્ર અને કંપની એ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલનો ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવો જોઈએ.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220615-173415__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *