Gujarat

જેતપુર સેલુકા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં અનુ. જાતિના લોકો સાથે ભેદભાવ

એકવીસમી સદીમાં હજુ પણ ગામમાં છુત-અછૂત રખાતી હોવાની ફરિયાદ
 દેશ અને દુનિયા ગમે એટલી આગળ વધે પરંતુ હજુ પણ કેટલાક ગામડામાં અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા લોકોમાં મનમાંથી આભડછેટ દૂર થઈ નથી. આ બાબત દેશ અને સમગ્ર માનવ સમાજ માટે દુઃખદાયક છે. આવા જ એક બનાવમાં જેતપુર તાલુકાના સેલિકા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં રાત્રીના જમણવારની જગ્યા બીજી જગ્યા પર ગોઠવવામાં આવતા અનુ.જાતિનાં લોકો સાથે ભેદભાવ રાખતા વિવાદ સર્જાયો હતો.
બનવાની વિગતો મુજબ જેતપુર તાલુકાના સેલુકા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં આજે રાત્રીના સમયે ગામ માટે પ્રસાદી રૂપે જમણવાર રાખવામાં આવ્યો હોઈ જેમાં સવર્ણ સમાજના લોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો ભેદભાવભર્યું વર્તન થતું હોવાની ઉગ્ર રજૂઆત સામે આવી હતી આ જમણવાર પ્રસંગમાં અનુ.જાતિનાં લોકો માટે આ જગ્યાએ જમણવારનાં બદલે અલગ જમણવારની વ્યવસ્થા કરી અસ્પૃશ્યતારૂપે ભેદભાવ કરવામાં આવ્યો હોઈ તેવા આક્ષેપ થતાં. જેતપુરનાં અનુ.જાતિનાં આગેવાનો સેલુકા ગામ દોડી ગયા હતા અને આવાઅસ્પૃશ્યતારૂપ ભેદભાવ કરતા વ્યક્તિઓ સાથે આગેવાનોએ વાતચીત કરી માફી માગી રાત્રીના સમયનું જમણવાર એક જ જગ્યા પર ગોઢવવાની બાહેંધરી અપતા મામલો થાળે પડ્યો હતો.

Screenshot_20220601-185445__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *