ગુજરાત સરકાર અને GVK EMRI સંસ્થા દ્વારા ચલાવામાં આવતી 108 ઇમર્જન્સી સેવા અવારનવાર લોકો ની મદદે આવી ને ઉભી રહે છે. આજે ગુજરાત સકરાર માતા મરણદર અને બાળ મરણદર ઘટાડવામાં ખૂબ જ પ્રયાસો કરે છે એજ ધ્યેય ને ધ્યાન માં રાખી જેતપુર 108 ની ટિમ એ ખૂબ જ ઉમદા કામ કારીયું છે.
આજે બપોર ના 1 વાગ્યે આસપાસ બોરડી સમઢીયાળા વાડી વિસ્તાર ના રહેવાસી અને મજૂરીનકામ કરી ગુજરાન ચલાવતા પુજાબેન સોલંકી ને પ્રશુતિ ની પીડા થતા 108 માં કોલ કરેલ નજીક ની જેતપુર 108 એમ્બ્યુલન્સ તરત દર્દી સુધી જવા રવાના થયેલ. દર્દીને જેતપુર સરકારી હોસ્પિટલ લઇ જતી વખતે પૂજાબેન ને અચાનક પ્રશુતિ પીડા નો અસહય દુખાવો થતા EMT પરમાર પિયુષ દ્વારા તપાસતાં EMT ને માતા ની પ્રશુતિ એમ્બુલન્સ માં તાત્કાલિક કરવાની ફરજ પડી હતી EMT પોતાની સુજબુજ થી અને ઓનલાઈન ડોક્ટર ની મદદ થી એમ્બુલન્સ માંજ ડીલવરી કરાવી હતી. બાદ માં પુજાબેન ને પુત્રી જન્મ આપીયો હતો અને વધુ સારવાર અર્થે માતા અને પુત્રીને 108 ના એમ્બ્યુલન્સ ના પાયલોટ જીતેન્દ્રભાઈ જોષી અને EMT પરમાર પિયુષ દ્વારા સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે હેમખેમ ખસેડાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર


