Gujarat

 જેતલસર યાર્ડમાં મેગા બ્લોક લેવાના કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે રાજકોટ સોમનાથ અમદાવાદ નિ ટ્રેનો રદ 

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ઢસા-જેતલસર ગેજ કન્વર્ઝન હેઠળ જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક લેવામાં આવશે જેના કારણે 19.09.2022થી 27.09.2022 સુધી પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. ભાવનગર રેલ્વે મંડળના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, જે ટ્રેનોને અસર થશે તેની વિગતવાર વિગતો નીચે મુજબ છે-
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર – સોમનાથ – પોરબંદર 19.09.2022 થી 27.09.2022 સુધી સંપૂર્ણપણે રદ રહેશે.
2. ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ અને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ 22.09.2022 અને 24.09.2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ 24.09.2022 ના રોજ અમદાવાદથી સંપૂર્ણપણે રદ રહેશે.
4. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ 25.09.2022 ના રોજ વેરાવળથી રેક ન મળવાને કારણે સંપૂર્ણપણે રદ રહેશે.
રૂપાંતરિત રૂટ પર ચાલનારી ટ્રેનો
1. ટ્રેન નંબર 19571/19572 રાજકોટ – પોરબંદર – રાજકોટ એક્સપ્રેસ 19.09.2022 થી 27.09.2022 સુધી જેતલસરને બદલે કાનાલુસ થઈને ચાલશે.
2. ટ્રેન નંબર 12950 સંત્રાગાછી – પોરબંદર સુપરફાસ્ટ 18.09.2022 અને 25.09.2022 (રવિવાર) ના રોજ સંત્રાગાચીથી ઉપડતી જેતલસરને બદલે કાનાલુસ-વાંસજાળીયા સેક્શન થઈને દોડશે.
3. ટ્રેન નં. 12949 પોરબંદર – સંત્રાગાછી સુપરફાસ્ટ 23.09.2022 (શુક્રવાર) ના રોજ પોરબંદરથી જતી જેતલસરને બદલે વાંસજાળીયા-કાનાલુસ સેક્શન થઈને દોડશે.
મોડી દોડતી ટ્રેનો
1. ટ્રેન નંબર 22958 વેરાવળ – અમદાવાદ 24.09.2022 ના રોજ વેરાવળથી 45 મિનિટના વિલંબ સાથે ઉપડશે.
2. ટ્રેન નંબર 09521 રાજકોટ – વેરાવળ રાજકોટથી 19.09.2022, 20.09.2022, 21.09.2022, 23.09.2022 અને 25.09.2022 ના રોજ 1 કલાક 15 મિનિટના વિલંબ સાથે ઉપડશે.હોવાની વિગતો પત્રકાર
સોની હરેશ ભાઈ પી  સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *