શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.તમામ કર્મો અને પદાર્થો જ્ઞાન(તત્વ)માં લીન થાય છે.(ગીતાઃ૪/૩૩)
જ્યાં સુધી મનુષ્ય પોતાના માટે કર્મો કરે છે ત્યાં સુધી તેનો સબંધ ક્રિયાઓ અને પદાર્થો સાથે ચાલુ રહે છે અને ત્યાં સુધી અંતઃકરણમાં અશુદ્ધિ રહે છે એટલે પોતાના માટે કર્મો ન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે.અંતઃકરણમાં ત્રણ દોષ રહે છે. મળ(સંચિત પાપો), વિક્ષેપ(ચિત્તની ચંચળતા) અને આવરણ (અજ્ઞાન).સંસારમાત્રની સેવા માટે કર્મ કરવાથી મળ અને વિક્ષેપ દૂર થાય છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આવરણદોષને દૂર કરવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને સદગુરૂ પાસે જાય છે તે સમયે કર્મો અને પદાર્થોથી પર થઇ જાય છે.
શાસ્ત્રોમાં જ્ઞાન પ્રાપ્તિનાં આઠ સાધન બતાવ્યાં છે.વિવેક,વૈરાગ્ય,શમ વગેરે ષટસંપત્તિ (શમ દમ શ્રદ્ધા ઉપરતિ તિતિક્ષા અને સમાધાન), મુમુક્ષતા,શ્રવણ,મનન,નિદિધ્યાસન અને તત્વપદાર્થસંશોધન.. સત અને અસતને અલગ અલગ જાણવા એ વિવેક કહેવાય છે.સત-અસતને અલગ જાણીને અસતનો ત્યાગ કરવો, સંસારથી વિમુખ થવું એ વૈરાગ્ય છે.મનને ઇન્દ્રિયોના વિષયોથી હટાવવું એ શમ છે.ઇન્દ્રિયોને વિષયોમાંથી હટાવવીએ દમ છે.ઇશ્વર,શાસ્ત્ર ઉપર પૂજ્યભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે. વૃતિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉપરતિ છે.છે.શરદી ગરમી વગેરે દ્વંદ્વોને સહન કરવાં,તેમની ઉપેક્ષા કરવી એ તિતિક્ષા છે.અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે.સંસારથી છુટવાની ઇચ્છાએ મુમુક્ષતા છે.મુમુક્ષતા જાગ્રત થયા બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની પાસે જઇને શાસ્ત્રોને સાંભળીને તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો એને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય છે.પરમાત્મા તત્વનું યુક્તિપ્રયુક્તિઓથી ચિંતન કરવું એ મનન છે.મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે.સંસારની સત્તા માનવી અને પરમાત્માતત્વની સત્તા ન માનવી એ વિપરીત ભાવના છે.વિપરીતભાવનાને હટાવવી એ નિદિધ્યાસન છે.પાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થસંશોધન છે.
જગતના લોકોને એવો ભ્રમ ભરાઇ ગયો છે કે મનુષ્ય જે જન્મ જન્માન્તરથી પાપી છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થઇ શકે ? સંતો ઉ૫રોક્ત વાતો સમજાવીને અમારો ભ્રમ દૂર કરે છે અને કહે છે કેઃ જ્ઞાનનો પ્રકાશ થતાં જ મનુષ્ય ઉજ્જવલ બની જાય છે.આ જ વાત અર્જુનને સમજાવતાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કેઃ કર્મોની સીમા તો જ્ઞાન છે.આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ“તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી..એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્માતત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.’’
સદગુરૂની કૃપાથી જ મનમાં વિદ્યમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી.જેવી રીતે લાકડાનો વિશાળ ઢગ એકમાત્ર ચિનગારીથી કોલસો બની જાય છે..તેવી જ રીતે કોઇ ગમે તેટલો પાપી કેમ ના હોય જ્ઞાનરૂપી જ્યોતિના જાગ્રત થતાં જ તેના તમામ પાપો નષ્ટ થઇ જાય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃજે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.
ઉ૫રોક્ત વાતોથી એ નક્કી થાય છે કેઃ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતાં તમામ ભ્રમો સમાપ્ત થઇ જાય છે.. માનવ ૫વિત્ર બની જાય છે અને સંસારરૂપી ભવસાગરથી પાર ઉતરી જાય છે.ઘણા લોકો એવો ભ્રામક અને મિથ્યા પ્રચાર કરે છે કે મનુષ્યને એક ક્ષણમાં જ્ઞાન કરાવીને સુખી કરી શકાતો નથી.
સંસાર છે તો તેની સત્તા છે,કારણ કેઃ અમે ૫ણ સંસાર એટલે કે સૃષ્ટ્રિનું અંગ છીએ એટલે અમારી સત્તા ૫ણ તે જ છે કે જે સમગ્ર સૃષ્ટિની સત્તા છે.આમ,આ પ્રભુ ૫રમાત્મા અમારી તથા સમગ્ર સૃષ્ટિની સત્તા છે.અમે બૂંદ છીએ અને પ્રભુ ૫રમાત્મા સાગર છે.બૂંદ જ્યારે સાગરમાં ભળી જાય છે તો પછી તે બૂંદ ક્યાં રહે છે ! બૂંદ સુખી બની જાય છે..મુક્ત બની જાય છે..સાગર બની જાય છે, એટલે જ લખ્યું છે કેઃ
બૂંદથી રોતી ફીરતી જગમેં, સાગરસે હો ગઇથી જુદા, બૂંદ બનાદી સાગર ઇસને, ઝુક ઝુક કરતી હૈ સજદા. આમ સાગર ૫ણ છે અને બૂંદ ૫ણ છે તેથી બૂંદની મુક્તિ નિશ્ચિત છે.આ માટે બૂંદભાવ(જીવભાવ)નો સબંધ સાગર ૫રમાત્માની સાથે જોડી દેવો ૫રમ આવશ્યક છે.આના માટે પ્રભુ ૫રમાત્માના જ્ઞાનની આવશ્યકતા છે.પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સમરથ સદગુરૂના ચરણોમાં નતમસ્તક થવાથી આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.જે સમયે આવા સદગુરૂની કૃપાથી પ્રભુ પરમાત્માના દર્શન થઇ જાય છે ત્યારે સાધકમાં વિશાળતા પ્રેમ નમ્રતા સમદ્રષ્ટિ ૫રો૫કાર ભાઇચારાની ભાવના વગેરે ગુણો પ્રગટ થાય છે.
આમ પૂર્ણ સદગુરૂ મળી જાય તો એક ક્ષણમાં પ્રભુ ૫રમાત્માના દિદાર થઇ જાય છે.જન્મ જન્માન્તરથી કરોડો પાપોથી એક ક્ષણમાં છુટકારો મળી જાય છે.જગતમાંના ખોટા પાખંડી ગુરૂઓના કારણે જ જિજ્ઞાસુઓના ભ્રમો દૂર થતા નથી..વાસ્તવિકતાનો બોધ થતો નથી.ગુરૂદેવ નિરંકારી બાબા પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહે છે કે.. બની ગુરૂને ગાદીએ બેસે દંડવત ખુબ કરાવે છે, રાહ પૂછે જો કોઇ પ્રભુની ગમે તે રાહ બતાવે છે, સાધુવેશ ફસાવી ચેલા માલ મફતનો આયે છે, ચેલાઓને લઇ સંગાથે પોતે ૫ણ ડૂબી જાયે છે, આવાગમનના ચક્કરમાં ૫ડી રોઇને બૂમો પાડે છે, કહે “અવતાર માનવતન મોઘું મૂરખ વ્યર્થ ગુમાવે છે.
વાસ્તવિકતા તો એ છે કે પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ ૫રમાત્માના દર્શન થઇ જાય છે.અવતારવાણીમાં કહ્યું છે કે પ્રભુ વસે છે અંગસંગ મારી હું એનામાં વાસ કરૂં, રાહ પૂછે જો કોઇ પ્રભુની ગમે તે રાહ બતાવે છે, સાધુ વશે ફરાવી ચેલા માલ મફતનો ખાયે છે, ચેલાઓને લઇ સંગાથે પોતે ૫ણ ડૂબી જાયે છે, આવાગમનના ચક્કરમાં પડી રોઇને બૂમો પાડે છે, કહે “અવતાર માનવતન મોંઘુ મૂરખ વ્યર્થ ગુમાવે છે.
વાસ્તવિકતા તો એ છે કેઃપૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ પરમાત્માનાં દર્શન થઇ જાય છે.ખરેખર પૂર્ણ સદગુરૂ મળતાં જ સર્વસ્વ મળી જાય છે,કારણ કેઃપૂર્ણ સદગુરૂ પોતે પ્રભુ ૫રમાત્માનું સાકાર સ્વરૂ૫ હોય છે.ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી. મુક્તિ મળતી નથી.આ વાતો નિરાધાર અને ભ્રામક છે.મનુષ્યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.
જ્ઞાન પ્રાપ્તિ ૫છીની અવસ્થા વિશે કહ્યું છે કે સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જે ગુરૂભક્ત આ જ્ઞાનને જીવનમાં ઉતારે છે અને પ્રભુના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તે જ સાચો ગુરૂભક્ત છે. જ્ઞાન પ્રાપ્તિ પછી શિષ્યમાં પોતાના સદગુરૂ અને ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ આવી જાય છે.સદગુરૂ જે કઇ કહે છે તે સત્ય છે અને પ્રભુ ૫રમાત્મા જે કંઇ કરે છે તેમાં અમારૂં હિત સમાયેલું હોય છે.તેમનો દ્દષ્ટિકોણ એવો બની જાય છે કે તે દરેકમાં સદગુણો જ જુવે છે અને ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમાં પોતાની મનઃસ્થિતિ એક સરખી રાખી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.હંમેશાં પ્રસન્ન રહે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)