દાહોદ
દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે ઝાલોદ તાલુકાના પાવડી ગામે નાકાબંધી કરી હતી. જ્યા આવતાં જતાં તમામ નાના-મોટા વાહનોની પોલીસે તલાસી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મુજબનો વ્યક્તિ આવતા તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ કમલેશભાઈ બચુભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાતી, ગડી ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેચવા અથવા તબદીલ કરવા પોતે રાખેલી લોખંડની માઉઝર (પીસ્ટોલ) કિંમત રૂા. ૧૫,૦૦૦ ત્રણ કાર્ટીઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સંબંધે લીમડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ઝાલોદ તાલુકાના પાવડી ગામે દરોડો પાડયો હતો. જ્યાં એક ઈસમ પાસેથી લોખંડની માઉઝર (પીસ્ટોલ) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પિસ્ટોલ કિંમત રૂા. ૧૫,૦૦૦ અને ત્રણ કાર્ટિઝ કિંમત રૂા. ૧૫૦ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
