Gujarat

ઝાલોદ-મોરબી સ્લીપર કોચમાં બુકિંગ હોવા છતાં ૧૫ મુસાફરોને બેસવા ન દેતા હોબાળો

દાહોદ
ઝાલોદ ડેપોની ઝાલોદ – મોરબી-ટકારા સ્લીપર કોચમાં મુસાફરી માટે ૧૫ મુસાફરોએ બુકિંગ કરાવ્યુ હતું. બુકિંગમાં બેસનાર જવાબ દારે સ્લીપર કોચના બુકિંગ વાળી ૧૭૦૦ નંબરની બુકિંગ કોડ વાળી સ્લીપ આપી ન હતી જ્યારે ૧૭૦૨ નંબરના બુકિંગ કોડ વાળી નીચેની સીટોના રિઝર્વેશનની સ્લીપની પ્રિન્ટ આપી હતી. જીજે -૧૮- ઝેડ- ૩૧૬૩ નંબરની દાહોદ આવેલી બસમાં પહેલેથી જ સ્લીપર સીટો રોકાઇ ગઇ હતી. ટંકારા અને મોરબી જનારા મુસા ફરોએ તેમનું બુકિંગ હોવાનું કંડક્ટરને બતાવ્યુ હતુ પરંતુ કંડક્ટરે તેની પાસે બુકિંગની સ્લીપ ન હોવાનું જણાવી ટિકીટો ફાડી દીધી હોઇ ભરાયેલી સીટો ખાલી કરાવી ન હતી. મુસાફરોએ આ મામલે હોબાળો મચાવ્યા છતાં આસપાસ બસને રવાના કરી દેવામાં આવી હતી. બસ કેન્સલ કરાઇ હોવાનું મુસાફરોને જણાવતાં ભારે ચકમક ઝરી હતી. આ મામલે મુસા ફરોએ દાહોદ ડેપોમાં રજૂઆત કરી રિફન ફડની માગણી કરી હતી પરંતુ તેમને રિફન્ડ આપવાનો નન્નો ભણી દેવાયો હતો. તપાસ બાદ વિભાગના કર્મચારીઓને પોતાની ભુલ સમજમાં આવી હતી પરંતુ મુસાફરોને ભારે રઝળવાનો વારો આવ્યો હતો. અટવાઇ ગયેલા મુસાફરો માટે આવેલી અન્ય બસમાં વ્યવસ્થા કરી અપાઇ હતી. સ્લીપર કોચનું અગા ઉથી બુકિંગ કરાવ્યા છતાં મુસાફરોને અન્ય બસમાં બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. અમારી સાથે ૧૫ મુસાફરો હતાં. અમારે તો મોરબી જવાનું હતુ પરંતુ મજુરી કામે ટંકારા જતાં મુસાફરો પણ અટવાઇ ગયા હતાં. અમે ઉગ્ર રજૂઆત કરી હતી. અમારી માટે બીજી બસમાં વ્યવસ્થા કરાઇ હતી. લાંબી મુસાફરી હોવાથી ઉંઘતા જવાના સ્થાને અમારે રૂપિયા ખર્ચવા છતાં બેસીને જવું પડ્યુ હતું. એસટીના કર્મચારીના કારણે અમારે પરેશાની વેઠવી પડી હતી.એસ.ટી બસમાં મુસાફરી માટે બુકિંગ ઉપર ભાર આપવ માં આપવ માં આવે છે ત્યારે મુસાફરી માટે બુકિંગ કરાવ્યા છતાં ઝાલો દમાં બેસતાં સ્ટાફની બેદરકારીને કારણે ૧૫ મુસા રોને ઝાલોદ- ટંકારા બસના કંડક્ટરે ન બેસાડતાં મુસા રોને રઝળ? વાનો વારો આવ્યો હતો. ભારે હોબા ળા બાદ ચાર કલાક બાદ અન્ય બસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝાલ દથી કંડક્ટરને સ્લીપર કોચનું બુકિંગ થયાની સ્લીપની પ્રિન્ટ જ ન અપાતા આ અવ્ય સ્થા સર્જાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *