Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે છ માસ અગાઉ નોંધાયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

તા.૩૧/૦૭/૨૦૨૧ના રોજ ગુડા ગામે રહેતી સમતિબેન તે ઇશ્વરભાઇ ધીરીયાભાઇ નાયકાની વિધવા ઉ.વ.૪૨ નાનીને તા.૩૦/૦૭/૨૦૨૧ ના કલાક.૧૯/૩૦ વાગ્યાથી ૩૧/૦૭/૨૦૨૧ ના કલાક ૧૮/૦૦ વાગ્યાના સમય દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે કોઇ અંગત કારણોસર તેણીના ઘરમાં પ્રવેશ કરી માથાના ભાગે તથા શરીર ઉપર કોઇ તીક્ષ્ણ હથીયાર તેમજ કોઇ બોથડ પદાર્થ વડે જીવલેણ ઇજા પહોચાડી તેણીનું મોત નીપજાવેલ હાલતમાં તેણીની લાશ તેના ઘરમાં મળી આવેલ હતી. જેથી સદર બનાવ બાબતે ઝોઝ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૧૨૨૧૦૧૭૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨,૪૫૨ મુજબનો ગુનો તા.૩૧/૦૭/૨૦૨૧ના રોજ દાખલ કરવામાં આવેલ હતો.  જે ગુનો પ્રથમથી જ વણશોધાયેલ હતો. જે ગુનાની પ્રથમ તપાસ શ્રી એ.એન.પરમાર ઇન્ચા, પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પોસ્ટે નાઓ કરતા હતા.
                સદર વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ ઉપરોકત વણશોધાયેલ ગુનાની તપાસ તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સોંપવામાં આવેલ હતી. અને ગુનો શોઘી કાઢવા સારૂ સુચના આપતા આ ગુનામા સંડોવાયેલ આરોપી અંગે હયુમન સોર્શીસ અને ટેકનીકલ સર્વેલંન્સ ટીમ દ્રારા અલગ-અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાય આવેલ કે આ કામે મરનાર સમતિબેન નાનીને અનૈતિક સંબધ બાબતે અદાવત રાખી મુત્યુ નિપજાવેલ હશે તેવુ જણાય આવેલ જેથી તે દિશામાં તપાસ કરતા વિક્રમભાઇ નવલસીંગભાઇ નાયક રહે. ગુડા, ઓફીસ ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાઓ બનાવ વખતે ગામ ઉપર હાજર હતો અને બીજા દિવસે કાઠીયાવાડ બાજુ મજુરી અર્થે જતો રહેલ હોય જેથી તેના ઉપર શક વહેમ જતા સદરી વિક્રમભાઇની તપાસ કરી તેની પૂછ-પરછ કરતા પ્રથમ તે ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ પંરતું તેની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પૂછ-પરછ કરતા અંતે તે પડી ભાગી તેણે જણાવેલ કે આ કામે મરનાર સમતિબેન નાનીને આ કામના આરોપીની બહેનનો ગામના અન્ય ઇસમ સાથે અનૈતિક સંબધ તેણીના માધ્યમથી બંન્ને મરનારના ઘરમાં મળતા હોવાની જાણ આરોપીને થતાં આ બાબતે અદાવત રાખી રાત્રીના સમયે મરનાર સમતિબેનના ઘરે જઇ દરવાજાની બાજુમાં ખાલી જગ્યા માંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પડેલ કુહાડી વડે તેના માથાના ભાગે ઘા મારી મોત નીપજાવી નાશી ગયેલ જે કુહાડી આરોપીએ મરનારના ઘર પાસે ગ્રામ પંચાયતના પાણીના સંપ(ટાંકી)માં નાખી દઇ ગુનો કરેલાની કબુલાત કરતા આરોપીને અટક કરી ફાયર સ્ટેશન છોટાઉદેપુરથી તરવૈયા તથા પંચો સાથે ગુડા ગામે જઇ પાણીના સંપ(ટાંકી)માંથી કુહાડી મળી આવતા તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે.
                    જેથી છોટાઉદેપુર લોક્લ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ચાર માસથી ખુનનો વણશોધાયેલ ગુનો શોઘી કાઢી ગુનામાં વપરાયેલ હથિયાર સાથે આરોપીને પકડી પાડી ગુનો શોઘી કાઢેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220105-125117_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *