ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબદ્ધ કર્મચારી સંઘ પ્રમુખ શ્રી હેમાંશુ પંડ્યા ના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતના ટી.બી. વિભાગના કરારી કર્મી ઓ પોતાની પડતર માંગણીઓ ને લઇને તા. ૧૯-૦૯-૨૦૨૨ થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. અને સંવેદનશીલતા નો દાવો કરતી સરકાર ને ઢંઢોળવા નો પ્રયત્ન કરી રહ્યા છે.
ત્યારે આગામી ૨જી ઓક્ટોબર નાં રોજ ગાંધી જયંતિ નિમિત્તે આ ટી.બી. વિભાગના કરારી કર્મી ઓ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના જીલ્લા મથકે એક દિવસીય પ્રતિક ઉપવાસ તેમજ સત્ય ના પ્રયોગો નું વાંચન વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સરકાર નાં પોલિસી મેકર અધિકારીઓને જાહેર આરોગ્ય પ્રત્યે ની ગંભીર જવાબદારી પરત્વે જાગૃત કરવાની કોશિશ કરશે અને ટી.બી. વિભાગના કરારી કર્મચારીઓ ની પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો, સેવા નિવૃતી સમયે કમ્પેન્સેશન, પાંચ વર્ષ કરતા વધારે સમયથી નોકરી કરતા કરારબદ્ધ કર્મચારી ને કાયમી કરવાની પ્રક્રિયા, ઈન સર્વિસ મૃત્યુ સહાયમાં વધારો તથા ૧૫/૧૧)૨૦૧૮ માં થયેલ પગાર વધારા માં ડીપીએસ,એસએ, ડીપીપીએમ જેવી કેડરોને થયેલા અન્યાય ના એરિયસ સાથે ચુકવણું વગેરે જેવી વ્યાજબી માંગણીઓ બાબતે સત્વરે નિરાકરણ લાવવા આહવાન કરશે. વધુમાં સંઘ પ્રમુખે જણાવ્યું છે કે હજુ આ અઠવાડિયું સકારાત્મક વલણ- નિરાકરણ ની આશાએ માત્ર જીલ્લા લેવલે જ અહિંસક આંદોલન કાર્યક્રમો અપાશે અને આગામી તા. ૧૧-૧૦-૨૦૨૨ થી ગાંધીનગર ખાતે કચેરી ઘેરાવ, રહેઠાણ ઘેરાવ જેવા આક્રમક કાર્યક્રમો પણ અપાશે તેમ આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘ છોટાઉદેપુર જિલ્લા નાં પ્રમુખ એમ આઇ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


