Gujarat

ટ્રાફિક અવેરનેસ તેમજ મહિલા સુરક્ષા અંગેની જાગૃતિ તેમજ ભાઇચારાની ભાવના વધે તે માટે શાળાના વિધ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બોડેલી ની શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ માં સુરક્ષા સેતુ સોસાયટી, છોટાઉદેપુર જિલ્લા પોલીસ  તથા  સામાજિક સંસ્થા હાર્ટફૂલનેસ  દ્વારા આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત યુવા વર્ગ વ્યસન-મુક્તિ ( નશીલા પદાર્થ ડ્રગ્સ-નશો) સાઇબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ તેમજ મહિલા સુરક્ષા અંગેની જાગૃતિ તેમજ ભાઇચારાની ભાવના વધે તે માટે શાળાના વિધ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
       તે પ્રસંગે બોડેલી પી એસ આઈ સરવૈયા એ  શાળાના  યુવા વિધ્યાર્થીઓને યુવા વર્ગ વ્યસન-મુક્તિ,, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ તેમજ મહિલા સુરક્ષા અંગેનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.  શાળા આચાર્ય જિગ્નેશ શાહે જીવનમાં શાળા સમય દરમિયાન ઉપરોક્ત બાબતોનું શું મહત્વ છે તે અંગે ટકોર કરી હતી. સામાજિક સંસ્થા હાર્ટફૂલનેસમાથી પધારેલ  ભાવિનભાઈ પટેલ સાહેબ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ તથા ધ્યાન ની યોગ્ય પધ્ધતિ વિષે માહિતગાર કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220627-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *