Gujarat

ઠાસરાના ડાકોર રોડ પર કારે એક્ટિવાને ટક્કર મારી, એકનું ઘટના સ્થળે મોત

નડિયાદ
ઠાસરા ડાકોર રોડ ઉપર સવારે પુર પાટે આવતી વેગેનાર કારે આગળ જતા એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે. ઠાસરામાં નર્મદા વસાહત કોલોનીના બ્લોક સી મકાન નંબર ૧૩માં રહેતા હિરેનભાઈ સુરજીભાઈ વસાવા સવારે પોતાનું એકટીવા નંબર (જીજે-૨૨-એમ-૬૭૮૦) ચલાવીને ઠાસરાના ડાકોર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરાપાટે આવતી વેગેનાર કાર નંબર (જીજે-૦૭-બીએન-૫૮૫૬)ના ચાલકે ઉપરોક્ત એકટીવા ને પાછળથી ટક્કર મારી હતી. જેથી એકટીવા ચાલક હિરેનભાઇ વાહન ઉપરથી રોડ ઉપર પડ્યા હતા. હિરેનભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઠાસરાના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જાેકે ઘવાયેલા હિરેનભાઈની હાલત નાજુક હોવાના કારણે તેઓને વધુ સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે હિરેનભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે નજીકમાં રહેતા વિપુલકુમાર કાંતિભાઈ મેઘાએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *