Gujarat

ડીસામાં ખરીદી કરવા આવેલ યુવકનું બાઈક ચોરી થતાં ફરિયાદ નોંધાવી

ડીસા
ડીસામાં બાઇક ચોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાંય છેલ્લા એક મહિનામાં ૫થી વધુ બાઈકને તસ્કરોએ નિશાન બનાવ્યાં છે. તે દરમિયાન દાંતીવાડા ખાતે રહેતા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા નરસિંહભાઈનું પોતાની માલિકીનું બાઇક લઈ તેમનો ભત્રીજાે સુરેશભાઈ ડીસા ખાતે કપડાં ખરીદવા આવ્યો હતો અને બાઇક બનાસ બેન્ક પાસે પાર્ક કરી નજીકમાં આવેલી કપડાંની દુકાને ખરીદી માટે ગયો હતો. થોડા સમય બાદ પરત આવતા બનાસબેન્ક પાસે પાર્ક કરેલી જગ્યાએ બાઇક નજરે ન પડતાં આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ બાઈક ન મળતાં તેણે તેના કાકા નરસિંહભાઈને બાઇકની ચોરી થયાની જાણ કરી હતી. બાઈક માલિક નરસિંહભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતાં ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.ડીસામાં બનાસબેન્ક પાસેથી વધુ એક બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વોચમેનના બાઈકની ચોરી થતાં બાઈક માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *