Gujarat

ડીસા ભાજપના ઉમેદવારે લોકોને પીવડાવી ચા, વેપારીઓ, મજૂરો પાસે બેસી પ્રશ્નો સાંભળ્યા

ડીસા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર અચાનક જ સવારે ચાની કિટલી પર જઈ જાતે જ ચા બનાવી લોકોને ચા પીવડાવી હતી. ત્યારબાદ શાકભાજીના વેપારીઓ સાથે બેસી તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી હવે અલગ-અલગ રંગ બતાવી રહી છે અને આ રંગમાં નેતાઓ પણ રંગાઈ ગયા છે. ત્યારે ડીસા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી સવારના શહેરના શાક માર્કેટ પહોંચ્યા હતા અને જાતે જ ચાની રેંકડી પર ચા બનાવીને વેપારીઓ અને મજૂરોને પીવડાવી હતી. પ્રવીણ માળી એક યુવા નેતા છે અને સવારના તેમના સ્વરૂપને જાેઈ લોકો પણ ચોંકી ઉઠ્‌યા હતા. પ્રવીણ માળીએ વેપારીઓ અને મજૂરોને ચા પીવડાવ્યા બાદ મજૂરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. યુવા નેતા અને ઉમેદવાર અચાનક મજૂરો અને મધ્યમ વર્ગના વેપારીઓ સાથે આવી તેમની જાેડે બેસી વાતચીત કરતા લોકોએ પણ તેમનો આભાર મન્યો હતો.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *