નર્મદા
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓની જાહેરાતો થયી ગઈ છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા અને અસામાજિક પ્રવુતિઓ પર રોક લગાવવાની સુચના અને માર્ગદર્શન વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેંએ નર્મદા જિલ્લા પોલીસને આપતા સમગ્ર પોલીસ તંત્ર સાબદુ બન્યું છે. જે અંતર્ગત ડેડીયાપાડા પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.૭૨૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સગબરા તાલુકાના પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.પટેલ સહિતના સ્ટાફને બાતમી મળી કે, ડેડીયાપાડા વિસ્તારમાં દાભવન ગામની સીમમાં કેટલાંક જૂગરીઓ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી ડેડીયાપાડા પોલીરે ડ કરી હતી. આ તમામ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૨૬૪૦, મોટરસાયકલ નંગ ૩ કિંમત ૪૫૦૦૦, મોબાઈલ કિંમત ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૭૨૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ ૧૨ હેઠલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


