ગુજરાતના અરવલ્લી જીલ્લા માં આવેલ બાયડ તાલુકાના ડેમાઈ મુકામે આજરોજ વસંતપંચમીના રોજ ગુજરાત ગાડલિયા લુહાર સમાજ સાતફેરા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ તૃતીય સમુહ લગ્નમાં કુલ 28 વરઘોડીયા ના નોંધણી સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા અને દિકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા હતા સાથે જ દિકરીઓને સમાજના દાતાશ્રીઓ (ભામાશાઓ) દ્વારા દાન અને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. આ તૃતીય સમુહલગ્નમા કોરોનાની ગાઈડ લાઈન નું ચુસ્ત પણે પાલન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ ને દીપાવવા માટે રાજસ્થાની ઢોલ થાળી દ્વારા મોંઘેરા મહેમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાયડ તાલુકાના ધારાસભ્ય જશુભાઈ એસ.પટેલ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડ તથા તાલુકાના અધિકારીઓ, સાતફેરા સમુહલગ્ન સમિતિના પદાધિકારીઓ સભ્યો સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ ના અંતે તમામ દીકરીઓ ની વિદાય વેળાએ સમગ્ર લોકો ભાવુક બની દીકરીઓને વિદાય આપી હતી
અહેવાલ:-
દેવરાજ રાઠોડ દ્વારા


