કેશોદ
ચોમાસામાં વરસાદી માહોલમાં વીજકરંટ લાગવાના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે ત્યારે કેશોદના ડેરવાણ ગામે વાડિયે મોટર ચાલું કરવા જતાં વીજ શોક લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. ખાનગી વાહન દ્વારા યુવકને સરકારી હોસ્પિટલ લવાતાં ડોકટરે મોત થયાનું જણાવ્યું હતું. કેશોદનાં ડેરવાણ ગામે લખમણભાઈ દેસાભાઈ ધૂળા (ઉ. વ. ૪૨) પોતાની વાડિયે ઈલેક્ટ્રીક મોટર ચાલું કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેને લઈ બેભાન થયાં હતાં. ઘટનાની જાણ થતાં પરીવાર દ્વારા યુવકને સરકારી હોસ્પિટલ લવાતાં ડોકટરે મોત થયાનું જણાવ્યું હતું. યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયું હતું. જ્યારે કેશોદના અમૃતનગર વિસ્તારમાં અગાશી પરથી નીચે ઉતરતાં સીડી પર પગ લપસી જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. સરકારી હોસ્પિટલ લાવવામાં આવતાં ડોકટરે મોત થયાનું જાહેર કર્યું હતું. કેશોદના અમૃતનગર વિસ્તારમાં રહેતાં પ્રવિણભાઈ અરજણભાઈ રૂપાવટિયા (ઉ. વ. ૫૭) પોતાના મકાનની અગાસી પર થી સીડી દ્વારા નીચે ઉતરતાં હતાં ત્યારે પગ લપસી પડ્યાં હતાં. જેને કારણે માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરીવાર દ્વારા પ્રૌઢને હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં જયાં હાજર ડોક્ટરે મોત થયાનું જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતાં પરીવારના સભ્યો, વેપારીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યાં હતાં.
