Gujarat

ઢસા કાર્યપાલક ઈજનેરને આપ્યું જેટકો કર્મચારીઓ દ્વારા વિવિધ માંગ સાથે રેલી કાઢી આપ્યું આવેદનપત્ર

બોટાદ
બોટાદ ગઢડા તાલુકાના ઢસા ખાતે જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગોને લઇ ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી તેમની માંગો પુરી કરવામાં આવેલ નથી. જેને લઈ ઢસા કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે અલગ અલગ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ખાતે જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માગણીઓ માટે અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ માંગો પુરી કરેલી નથી. જેને લઈ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ ઢસા (બોટાદ) ડિવિઝનના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેતન વધારો કર્મચારી તેમજ પરિવાર માટે મેડીકલ સ્કિમ, દરેક સબ સ્ટેશન ખાતે સિક્યુરિટી પોઇન્ટ, કર્મચારીઓ હાઈ વૉલ્ટેજ સિસ્ટમ મુજબ જાેખમી કામ કરતા હોઈ જેથી કર્મચારીને રિસ્ક એલાઉન્સ, દર વર્ષે બોનસ જેવી અનેક માંગો સાથે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *