વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જિલ્લા ની બેઠક તાલાળા ગામના શ્રીરામ મંદિર ખાતે યોજાઈ હતી જેમા વિશ્વ હિંદુ પરિષદ પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી,વિભાગ અધ્યક્ષ ભુપતભાઈ વિઠ્ઠલાણી, પ્રાંત માંથી સમીરભાઈ મોરવાડિયા, ગૌરક્ષા પ્રાંત અધિકારી ભાવીનભાઇ માકડીયા, જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા.ગૌરક્ષા દળ તેમજ વેરાવળ ઉના માંગરોળ સહીત ના ગામોના વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ ખાસ તો આ બેઠક માં તાલાળા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ સહીત આયામો ની નવી ટીમ ની વરણી કરી જાહેરાત કરવામાં આવી હતી જેમા વિશ્વ હિન્દુ પરિષદ તાલાળા પ્રખંડ વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ પ્રફુલભાઈ સુદ્રા,જગદીશ પરમાર,મંત્રી દિપકભાઈ ચૌહાણ,બજરંગ દળ પ્રમુખ અરવિંદભાઈ જોટવા, ઉપપ્રમુખ સુનીલભાઈપરમાર, ગૌરક્ષા પ્રમુખ જયસુખભાઈ ચાવડા, સત્સંગ પ્રમુખ મેહુલભાઈ સુદ્રા સહીત અન્ય નવા હોદ્દેદારોની વર્ણી કરી નામોની જાહેરાત કરવામા આવી હતી
આ તમામ નવા હોદ્દેદારોને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જય જય શ્રીરામ ના નાદ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી તેમજ આગામી સમય મા વિશ્વ હિન્દુ પરિષદ ની કાર્ય પદ્ધતિ કઈ રીતે કરવી તેની વિસ્તૃત માહિતીઓ પણ આપવામાં આવી
બેઠક માં માંગરોળ-પ્રખંડ ના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા ધર્મ ગીત રજુ કરી વિશ્વ હિન્દુ પરિષદ ની દરેક બેઠક ની પદ્ધતિ સર કઈ રીતે કરવી તેનુ માર્ગદર્શન સાથે પુર્ણ મદ: મંત્ર તેમજ જયગોશ સાથે બેઠક પુર્ણ કરાઈ હતી સમગ્ર બેઠક નુ સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા એ કર્યુ હતું,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા