રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, ગીર સોમનાથ દ્વારા આયોજિત “જિલ્લા કક્ષા અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર”નું આયોજન ગીર સોમનાથ ખાતે કરાશે.
આ શિબિરમાં ભાગ લેવા માંગતા હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓ જેઓ ૧૫થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય તેમણે સાદા કાગળ પર પૂરું નામ, જન્મતારીખનો દાખલો,/લિવિંગ સર્ટિ, શૈક્ષણિક લાયકાત, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, વાલીનું સંમતિપત્ર, જાતિનો દાખલો સાથેની અરજી તા. ૧૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં-૩૧૩,૩૧૪, બીજો માળ, ઈણાજ, ગીર સોમનાથને મોકલી આપવું એમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
