ભરત ગંગદેવ
આત્મા પ્રોજેકટ, અમરેલી દ્વારા અમરેલીના જેસીગપરા ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ જીવામૃત્ત નિદર્શન અને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન આગામી સમયમાં યોજવામાં આવનાર હર ઘર તિરંગા અભિયાન વિશે જણાવવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે ખેડૂતોએ સહમતિ દર્શાવી હતી.
