Gujarat

થલસેના કેમ્પમાં નડિયાદ સી. બી. પટેલ આર્ટસ કોલેજના ૨ એનએનસી કેડેટ્‌સની પસંદગી થઈ

નડિયાદ
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજના ૨ એનએનસી કેડેટ્‌સની નેશનલ લેવલે પસંદગી થતા સમગ્ર નડિયાદ સહિત ચરોતરનુ નામ રોશન કર્યું છે. કોલેજના આચાર્ય અને અન્ય લોકોએ આ બન્ને કેડેટ્‌સની સિદ્ધીને બિરદાવી છે. દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા લેવલનો ‘થલેસેના કેમ્પ’ દર વર્ષે યોજાઈ છે. જેમાં સૌપ્રથમ પોતાની દરેક બટાલિયનમાંથી ગ્રુપ તેજસ્વી એનસીસી કેડેટ્‌સની પસંદગી કરે છે. ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને વલ્લભ વિદ્યાનગર એમ કુલ ચાર ગ્રુપના એનસીસી કેડેટ્‌સની ફાયરિંગ ઓપ્ટિકલ્સ, મેપ રીડીંગ વગેરેની સ્પર્ધાઓ કરાવે છે. અને તેમાંથી થલસેના કેમ્પ માટે એનસીસી કેડેટ્‌સની પસંદગી કરાઈ છે. અંતે ગુજરાતનું એક કન્ટીજન્ટ બને છે. જે નેશનલ લેવલે ગુજરાત તરફથી ભાગ લેવા માટે જાય છે. જેમાં નડિયાદ સી. બી. પટેલ આર્ટસ કોલેજના બે કેડેટસ શોહીલ શાહ અને કેડેટસ કુદંન સોઢાપરમારની પસંદગી કરવામાં આવી છે. આ બંને કેડેટસ સી બી પટેલ આર્ટસ કોલેજના હોવાથી તેમની આવી વિરલ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મહેન્દ્રકુમાર દવે, ૨૮ ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડીગ ઓફિસર એસ. એસ. નેગી, મેજર લલીતભાઈ ડી ચાવડા, લેફ. અર્પિતા ચાવડા તથા એનસીસીના પીઆઇ સ્ટાફ એસ. એમ. વગેરે હાજર રહી આ બન્નૈ કેડેટ્‌સને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બંને કેડેટ્‌સે વલ્લભ વિદ્યાનગર ગ્રુપનું પણ નામ રોશન કર્યું છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *