Gujarat

થોળ અભ્યારણ્ય ખાતે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી

મહેસાણા
કડી તાલુકામાં આવેલા થોળ અભ્યારણ્યમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ પોતાના નિવાસ સ્થાન અમદાવાદ ખાતેથી થોળ પક્ષી અભયારણ્યની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ૨૦૦થી ૩૦૦ જાતના પક્ષીઓ અલગ અલગ દેશમાંથી અહિયા આવતા જાેવા મળે છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી વર્ષમાં ૫૦થી ૬૦ હજાર કરતા પણ વધારે પક્ષીઓ થોળ અભ્યારણ ખાતે આવતા હોય છે અને ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા તેમની કાળજી લેવામાં આવતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યારણ ગુજરાતનું એક નજરાણું કહેવાય. આ અભ્યારણ્યમાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અલગ અલગ પક્ષીઓ જાેવા માટે આવી પહોંચતા હોય છે અને તે રીતે આ સ્થળ એક આર્કષણનું કેન્દ્ર બની રહે છે. આવનારા પક્ષીઓને પણ કોઈ જાતની મુશ્કેલીઓ ના પડે તે માટે વન વિભાગની ટીમ દ્વારા અનેક કામગીરી કરવામાં આવતી હોય છે. ઉપરાંત પ્રવાસીઓને પણ કોઈ પણ જાતની મુશ્કેલીઓ ના પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે.

Jagadishbhai-Vishwakarma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *