Gujarat

દર્દીઓથી ધમધમતી સિવિલ હોસ્પિટલમાં આગથી દોડધામ

સુરત
દર્દીઓથી ધમધમતી સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો હતો. જેને લઇ મજુરા અને માન દરવાજાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને પગલે ફાયરની ટીમ કામે લાગી ગઈ હતી. જાેકે તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર માટેની આ મોકડ્રીલ છે. હોસ્પિટલ અને અન્ય એવી સંવેદનશીલ જગ્યાઓ પર આગ જેવી ઘટના બને તો કઈ રીતે કામગીરી કરવાની હોય છે તે માટે ફાયરને જવાન માટે મોકડ્રીલ યોજાઇ હતી. સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલા ડ્રોમાં સેન્ટરના ઈલેક્ટ્રીક બોર્ડમાંથી ધુમાડા નીકળતા હોવાનો અને આગ લાગતી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો. જેને લઇ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયરના કંટ્રોલ માંથી નજીકના બે મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી. જ્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ આખી આગ ખોટી છે. ફાયરના જવાનો માટે મોકડ્રીલ યોજવામાં આવી છે. મોરબીમાં બનેલી ઘટનામાં ફાયર અધિકારીઓની કામગીરી સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્યારે આ પ્રકારની જાે ઘટના બને તો ફાયરના જવાનો તાત્કાલિક પહોંચીને બચાવ કામગીરીમાં લાગી જાય તે માટે કઈ રીતે તૈયાર રહેવું તેની પણ ફાયર જવાનોને ફરી એક વખત તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગના જવાનોની ઈમરજન્સી કામગીરીને લઈ તેમની સ્ટેબિલિટી પણ તપાસવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પણ આગ લાગતી હોય છે.ત્યારે દર્દીઓને આવી સ્થિતિમાંથી કઈ રીતે બચાવવા અને કઈ રીતે ત્વરિત કામગીરી કરવી તે અંગે ફાયરને જવાનોને ફરી એક વખત ટ્રેનિંગ અપાતી હોય તે પ્રકારની કામગીરી સુરતમાં કરવામાં આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોક ડ્રિલ કરવામાં આવી હતી. હોસ્પિટલોમાં આગ લાગે ત્યારે સૌથી વધુ દર્દીઓના જીવનું જાેખમ ઊભું થતું હોય છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *