પ્રતિ શ્રી
PGVCL થાનગઢ ઓફિસ
તા. સરનામું: સિતારામ સોસાયટી, દલવાડી નગર
વિષયઃ
જય ભારત સાથે આપ સાહેબને જણાવવાનું કે અમો સીતારામ સોસાયટી, દલવાડી નગર, રૂપાવટી રોડ, થાનગઢ વિસ્તાર માં રહીએ છીએ. અમારા સીતારામ સોસાયટી વિસ્તામાં અંદાજીત CONNECTION આવેલા છે. અમારા સીતારામ સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી થી થાનગઢ (જીઈબી) પીજીવીસીએલ દ્વારા વારંવાર લાઈટ નો કાપ મુકવામાં આવે છે. થાનગઢ જીઈબીનાં કર્મચારીશ્રી દ્વારા કોઈપણ વરસાદ કે વાવાઝોડુ કે અન્ય ફોલ્ટ નાં હોવા છતાં દરરોજ ૧૦-૧૫ વાર લાઈટનો કાપ કરવામાં આવે છે. અમારા સીતારામ સોસાયટી માં પહેલા અમરાપર ફીડર માંથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો ત્યારે અમારા વિસ્તાર માં લાઈટ કાપ નો કોઈ પ્રશ્ન હતો નહિ પરંતુ થાનગઢ જીઈબી ઓફિસનાં અધિકારીશ્રીએ મનસ્વી રીતે અમારા સીતારામ સોસાયટી નું વીજ પુરવઠો અમરાપર ફીડરમાંથી બાંડીયાબેલી ફીડર કરી દીધેલ છે. જેના હાલકી નો ભોગ અમે બનીએ છીએ. આ બાબતે અમે થાનગઢ જઈબીનાં અધિકારીશ્રીને ટેલિફોનિક અને મૌખિક ફરિયાદ કરવા છતાં કોઈપણ પગલાં લીધેલ નથી અને અમે PG PORTAL ઓનલાઈન અરજી કરેલ હતી જે તમારા દ્વારા બંધ કરેલ છે તેની લેખિત માં જાણકારી આપો.RIGHT TO INFORMATION ACT.(2005) અમારા સીતારામ સોસાયટીમાંઅમરાપર ફીડર માંથી તાત્કાલિક વીજ પુરવઠો આપવા આપ સાહેબશ્રી ને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ
સહી કરનાર
જાદવ ભરત ભાઈ
ચાવડા રવી ભાઈ
હરેશ ભાઈ
લાલા ભાઈ
વસરામ ભાઈ
કાના ભાઈ
જાદવ રવી ભાઈ
જાદવ જયદીપ
કાળુ ભાઈ
હકુ ભાઈ
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

