Gujarat

દશામાંની મૂર્તિ પધરાવવા જતા યુવાન પાણીમાં ડૂબતા મોત

સાબરકાંઠા
દશામાંના વ્રતના દસ દિવસ પૂર્ણ થતા જાગરણ હતું. તેને લઈને કડિયાદરા ગામના યુવાન કમલેશ ઠાકોર વહેલી સવારે ગામ નજીક ઘઉંવા નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા માટે ગયા હતા. દરમિયાન પાણીમાં ગરકાવ થઇ ગયેલ સાથીદારોએ બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હતા અને ગામમાં આવી વાત કરી હતી ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ અંગે ઇડર ફાયર વિભાગના કમલભાઈ નાયકે જણાવેલ કે ૦૬.૨૫ વાગે કોલ મળ્યો હતો અને ઘઉંવા નદીએ પહોચી પાણીમાંથી અંદાજીત ૩૦ વર્ષના કમલેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કડીયાદરા પાસે આવેલ ઘઉંવા નદીમાં સવારે કડિયાદરા ગામનો યુવાન દશામાંની મૂર્તિ પધરાવવા જતા પાણીમાં ગરકાવ થઇ જતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *